તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીનો તહેવાર:હોળી પર એસટી એક્સ્ટ્રા બસ દોડાવશે, મજૂરો વતનમાં જશે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફ બસ દોડાવશે

અમરેલી એસટી ડિવિઝન હોળીના તહેવારને ધ્યાને રાખીને દરેક બસ સ્ટેન્ડમાંથી એક્સ્ટ્રા સંચાલન કરશે. જિલ્લામાં મજૂરો ધૂળેટીના તહેવાર કરવા માટે પોતાના વતન તરફ જઈ રહ્યા છે. જેના કારણે એસટી વિભાગ દાહોદ, ગોધરા અને પંચમહાલ જેવા શહેરોમાં વધારાની બસો દોડાવશે.

જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો મજૂરી માટે આવતા હોય છે. પણ હોળી અને દિવાળી જેવા તહેવારો મજૂરો પોતાના વતનમાં જ કરતા હોય છે. તેવા સમયે હોળીનો તહેવાર નજીક આવતા અમરેલી એસટીના તમામ ડેપોમાં ચીક્કાર ટ્રાફિક જોવા મળે છે. જેના કારણે અમરેલી એસટી ડિવિઝન દ્વારા હોળીના તહેવારમાં ટ્રાફિકને અનુલક્ષીને એક્સ્ટ્રા બસ શરૂ કરશે.

અમરેલી એસટીનાના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે હોળીના તહેવારને ધ્યાને રાખી અમરેલી, બગસરા, રાજુલા, સાવરકુંડલા, કોડીનાર, ઉના અને ધારી ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો