વિરોધ:એસટીના કર્મચારીઓએ વિવિધ માંગણી મુદ્દે કાળીપટ્ટી ધારણ કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી બદલાતા આગામી કાર્યક્રમમાં ફેરફાર કર્યો : 8મીએ કર્મીઓ હડતાલ પર ઉતરશે

અમરેલી એસટી ડવીઝનના 1600 જેટલા કર્મીઓએ પોતાની વિવિધ માંગણી મુદ્દે આજે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી બદલાતા એસટીના ત્રણેય યુનિયને આગામી દિવસોના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. માંગણી સંતોષવામાં નહી આવે તો 8 ઓક્ટોબરે એસટીના તમામ કર્મીઓ હડતાલ પર ઉતરશે. અને એસટીના પૈડા થંભી જશે. અમરેલી એસટીના ભારતીય મઝદુર સંઘના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે એસટી નિગમને અનેક વખત કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. પણ હજુ સુધી કર્મચારીઓના વિવિધ પ્રશ્નનો હલ થયો નથી.

જેના કારણે નિગમ સામે વર્કર્સ ફેડરેશન, કર્મચારી મહામંડળ અને ભારતીય મઝદુર મહાસંઘે બાયો ચડાવી છે. આજથી ડિવીઝનના 1600 કર્મચારી પોતાની માંગણી મુદ્દે 24મી સુધી કામગીરી દરમિયાન કાળીપટ્ટી ધારણ કરશે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને તેમનું મંત્રી મંડળ બદલાતા વિરોધ કાર્યક્રમાં ફેરફાર કરાયો છે. અહી 24 થી 1 ઓક્ટોબર સુધી કર્મચારીઓ ડેપો લેવલે રીશેષ દરમિયાન સુત્રોચ્ચાર કરશે.

4 થી 7 ઓક્ટોબર સુધી નિગમને જગાડવા માટે ઘંટનાદ કાર્યક્રમ કરવામાં આવશે. અને 8મીથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. પોતાની માંગણી મુદ્દે હડતાલ કરશે. જેના કારણે અમરેલી એસટી વિભાગની 350 બસના પૈડા થંભી જશે.

અન્ય સમાચારો પણ છે...