અમરેલીમા રાજયભરના એસટી કર્મચારીઓનો રમતોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગઇકાલે અમદાવાદ મધ્યસ્થ કચેરીના એક કલાર્ક કબડ્ડી રમી રહ્યાં હતા ત્યારે અચાનક મેદાનમા પડી ગયા બાદ તેમનુ મોત થયુ હતુ. આ ઘટના અમરેલીમા વિદ્યાસભા સંકુલના મેદાનમા બની હતી.
અહી રાજયભરના એસટી કર્મચારીઓ માટે રમતોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે. અહીના સ્પોર્ટસ સંકુલ ખાતે રાજયના જુદાજુદા વિસ્તારમા એસટી કર્મચારીઓ જુદીજુદી રમતોમા ભાગ લેવા માટે આવ્યા છે. જે દરમિયાન રાજકોટમા રહેતા અને અમદાવાદમા રાણીપ ખાતે એસટીની મધ્યસ્થ કચેરીમા જુનીયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મહેશભાઇ પુંજાભાઇ વેકરીયા (ઉ.વ.52)નુ મોત થયુ હતુ.
તેઓ અહી સાથી કર્મચારીઓ સાથે કબડ્ડી ગ્રાઉન્ડમા કબડ્ડી રમી રહ્યાં હતા. તે સમયે રમતા રમતા ચડાઇ કરવા જતા સમયે અચાનક પગ લપસી જતા ગ્રાઉન્ડ પર પડી ગયા હતા અને છાતીના ભાગે મુંઢ ઇજા થતા તેમનુ મોત થયુ હતુ. બનાવ અંગે સાથી કર્મચારી થાનગઢના અજયભાઇ મકવાણાએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.