એસટીની આવકમાં વધારો:એસટીને 1 દિવસમાં 19 લાખની આવક

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ, ગોધરા જવા માટે અમરેલી બસ સ્ટેન્ડમાં મુસાફરોની કતારો. - Divya Bhaskar
દાહોદ, ગોધરા જવા માટે અમરેલી બસ સ્ટેન્ડમાં મુસાફરોની કતારો.
  • દાહોદ અને ગોધરાની બસમાં ચિક્કાર ટ્રાફિક: 7 ડેપોમાંથી એકસ્ટ્રા સંચાલન શરૂ

અમરેલી એસટીને દિવાળીનો તહેવાર ફળ્યો છે. અહીં પ્રતિ દિવસ 19 લાખની આવક થઈ રહી છે. અહીં દાહોદ અને ગોધરા તરફ જવા માટે એસટી બસમાં મુસાફરોનો ચિક્કાર ટ્રાફિક જોવા મળે છે. અમરેલી એસટી ડીવીઝનના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો મજુરી અર્થે આવતા હોય છે. ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવતા પરપ્રાંતીય પોતાના વતન તરફ ભણી જઇ રહ્યા છે. જેના કારણે દાહોદ અને ગોધરા તરફનો ટ્રાફિક વધ્યો છે. અહીં સુરત તરફ દોડાવવામાં આવતી એક્સ્ટ્રા બસને દાહોદ અને ગોધરા તરફથી ચલાવવામાં આવે છે.

દિવાળીનો ટ્રાફિક વધતા એસટીની આવકમાં વધારો થયો છે. અહીં પ્રતિ દિવસ 16 લાખની આવક થતી હતી. પણ હાલ ટ્રાફિક વધતા આવક 19 લાખ પર પહોચી છે. એસટી બસમાં ટ્રાફિક વધતા વિભાગના સાત ડેપોમાંથી એક્સ્ટ્રા સંચાલન શરૂ કરાયું છે. જેથી હજુ પણ આગામી દિવસમાં એસટીની આવકમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...