રાજુલા એસટી ડેપોમાથી લાંબા અંતરની ગાંધીનગર રૂટની એસટી બસ શરૂ કરવા યુવા ભાજપ ઉપપ્રમુખ દ્વારા રજુઆત કરાઇ હતી. જેને પગલે તંત્ર દ્વારા રાજુલા ગાંધીનગર રૂટની બસ શરૂ કરાતા મુસાફરોએ રાહત અનુભવી છે.
અહીના યુવા ભાજપ ઉપપ્રમુખ આકાશભારથી ગૌસ્વામી દ્વારા એસટી તંત્ર સમક્ષ રાજુલાથી ગાંધીનગર નવો રૂટ શરૂ કરવા માંગણી કરવામા આવી હતી. તંત્ર દ્વારા રજુઆતને ગ્રાહ્ય રાખી રાજુલા ગાંધીનગર નવો રૂટ શરૂ કરવામા આવતા આ વિસ્તારના મુસાફરોએ રાહત અનુભવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, ચેતનભાઇ શિયાળ સહિત આગેવાનોએ પણ રજુઆત કરી હતી.રાજુલા જાફરાબાદ તાલુકામા અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. અહીથી મોટી સંખ્યામા લોકો મુંબઇ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમા અવરજવર કરતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.