રાહત:રાજુલાથી પીપાવાવ ધામની એસટી બસ આખરે શરૂ કરાઈ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં બંધ કરાયેલી બસ શરૂ થતા છાત્રોને રાહત

રાજુલાથી પીપાવાવ ધામ વચ્ચે દોડતી એસટી બસ કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી હતી. પણ શાળાઓ શરૂ થયા બાદ આ રૂટ એસટી તંત્રએ શરૂ કર્યો ન હતો. પણ અંતે સ્થાનિક આગેવાનોએ વિદ્યાર્થીના હિત માટે બંધ કરાયેલ રૂટ શરૂ કરવા માંગણી કરી હતી. જેને ધ્યાને રાખી એસટી વિભાગે રાજુલા- પીપાવાવધામ રૂટ શરૂ કર્યો હતો.

રાજુલાના પીપાવાવધામ ખાતે રણછોડરાય મંદિર આવેલું છે. અહી ભક્તો દર્શન અર્થે આવી રહ્યા છે. પણ અહી એસટી બસની સેવા શરૂ ન હતી. જેના કારણે સ્થાનિક ધારાસભ્યએ બે વર્ષ પૂર્વે એસટી વિભાગને રજૂઆત કરી હતી. અને રાજુલાથી પીપાવાવ ધામ વચ્ચે એસટી બસ શરૂ થઈ હતી. કોરોના મહામારીના કારણે આ રૂટ બંધ કરી દેવાયો હતો. જોકે શાળાઓ શરૂ થતા પણ એસટી વિભાગે અહીનો લોકલ રૂટ શરૂ ફરી શરૂ કર્યો ન હતો.

જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે જવા માટે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હતી. આ અંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને સરપંચ ભાણાભાઈ ગુજરીયાએ એસટી વિભાગને રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને અંતે એસટીએ રાજુલા - પીપાવાવધામ એસટી રૂટ ફરી શરૂ કર્યો હતો. આમ, તંત્રએ આ નિર્ણયથી છાત્રોને પડતી અગવડતા દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...