સમસ્યા:લાઠીથી દામનગર જવા 3 કલાકના અંતરાયે જ એસટી બસની સુવિધા

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોને નાછુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે
  • અનેકવાર રજુઆત છતાં પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો નથી

લાઠીથી દામનગર અને ભુરખીયા તરફ જવા માટે ત્રણ કલાકના અંતરાલે જ એસટી બસ મળતી હોય મુસાફરોને હાડમારી વેઠવી પડી રહી છે. અનેક વખત રજુઆત છતા એસટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખીયા જવા માટે લાઠીથી સવારે 9 કલાકે એસટી બસ ઉપડે છે. જો કે બાદમા ત્રણ કલાક સુધી એકપણ બસની સુવિધા નથી મળતી જેના કારણે મુસાફરોને કલાકો સુધી ઉભુ રહેવુ પડે છે અથવા નાછુટકે ખાનગી વાહનોમા બેસીને મુસાફરી કરવી પડી રહી છે. તો આવી જ રીતે દામનગરથી લાઠી અમરેલી વાયા ભુરખીયા બસ દામનગરથી સવારે 10 કલાકે ઉપડે છે.

જો કે દામનગરથી પણ સવારે 10 કલાક બાદ સીધી બપોરના એક વાગ્યે બસ મળે છે. જેના કારણે અહી પણ મુસાફરોને કલાકો સુધી બસની રાહ જોઇને બેસી રહેવુ પડે છે. એસટીના અધિકારીઓને અનેક વખત રજુઆત કરવામા આવી હોવા છતા આ પ્રશ્ને કોઇ કાર્યવાહી કરાતી ન હોય મુસાફરોમા રોષ જોવા મળી રહ્યો છે. આમ, માંગ સ્વીકારાય તો લોકોને પડતી હાલાકી દૂર થાય તે છે.

અન્ય સમાચારો પણ છે...