હાર્ટએટેકનો ભોગ:ધો. 12ની પરીક્ષા આપવા જાય તે પહેલા છાત્રાનું હાર્ટએટેકથી મોત

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી તાલુકાના ચિતલ ગામની ઘટના
  • ઘરે તૈયાર થતી વખતે ચક્કર આવતા બેભાન થઇ ઢળી પડી

તાજેતરમા નાની ઉંમરના લોકો પણ હાર્ટએટેકનો ભોગ બની રહ્યાંની ઘટના અવારનવાર બહાર આવી રહી છે ત્યારે ગઇકાલે ચિતલમા ધોરણ 12ની પરીક્ષા દેવા જઇ રહેલી માત્ર 17 વર્ષીય છાત્રાનુ હાર્ટએટેકથી મોત થયુ હતુ.

આ ઘટના અમરેલી તાલુકાના ચિતલ ગામે ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. જયાં ટવીંકલ નરેશભાઇ વાળા (ઉ.વ.17) નામની છાત્રાનુ મોત થયુ હતુ. બનાવ અંગે ટવીંકલના પિતા નરેશભાઇ ભીમજીભાઇ વાળાએ અમરેલી તાલુકા પોલીસને જણાવ્યું હતુ કે તેની પુત્રી ધોરણ 12મા અભ્યાસ કરતી હતી. અને ગઇકાલે તેની પરીક્ષા ચાલુ હોય તે પેપર આપવા જવા માટે તૈયારી કરતી હતી.

ટવીંકલ ઘરમા તૈયાર થઇ રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતા બેભાન થઇને ઢળી પડી હતી. જેને પગલે તેને તાબડતોબ સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી અને આ છાત્રાનુ હ્દયરોગના હુમલાથી મોત થયાનુ જણાવ્યું હતુ. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા એએસઆઇ કે.જે.વાળાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.