ગામની બજારમાં સિંહની લટાર:અમરેલીના રામપરા ગામમાં રાત્રિના સમયે ત્રણ સિંહ ફરતા જોવા મળ્યા, સિંહના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીર જંગલને અડીને આવેલા અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહના આંટાફેરાની ઘટનાઓ સામાન્ય બની છે. જંગલ વિસ્તારમાં પૂરતો ખોરાક મળતો ન હોય સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં દોડી આવે છે. ત્યારે ગઈકાલે રાત્રિના રામપરા ગામની બજારમાં પણ ત્રણ સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ
ગીર જંગલને અડીને આવેલા ગામડાઓમાં સિંહ અવારનવાર જંગલ વિસ્તારમાંથી ચડી આવે છે. ક્યારેક તો ગામમાં રખડતા પશુનું મારણ પણ કરે છે. ગામડાની શેરીઓ સુધી સિંહ પહોંચી જતા ગામલોકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા સિંહને ગ્રામ્ય વિસ્તારથી દૂર રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

સિંહના અકસ્માતનો ભય
ગીર જંગલમાંથી અવારનવાર સિંહના ગ્રુપ ગ્રામ્ય વિસ્તાર અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચી જાય છે. કેટલીક વાર તો મુખ્ય હાઈવે પર પણ સિંહ લટાર મારતા જોવા મળે છે. જેના કારણે ભારે વાહનોની અડફેટે સિંહના અકસ્માત સર્જાવાની પણ ભીતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...