પાંચમા નોરતે રંગ જામ્યો:સાવરકુંડલા શહેરના મોચી જ્ઞાતિની નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

અમરેલી2 મહિનો પહેલા

ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માતાજીના નવલા નોરતાનુ અનેરું મહત્વ હોવાને કારણે સમગ્ર વિસ્તારમા માતાજીની આરાધના અને આરતીઓ સાથે મા અંબાના સાનિધ્યમાં ખેલયાઓ ઝૂમી રહ્યા છે અમરેલી જિલ્લામાં શેરી ગરબાથી લઈ પ્રાચીન ગરબાઓ રમાય રહ્યા છે અને જૂની અનેક પરંપરાઓ નવરાત્રી દરમ્યાન આજે પણ જોવા મળી રહી છે ત્યારે સાવરકુંડલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોચી જ્ઞાતિના રાસ ગરબા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ પરિવાર સાથે અહીં રાસ ગરબા રમે છે અહીં દર વર્ષે મોચી જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે અહીં જેમ જેમ દિવસો જય રહ્યા છે તેમ ખેલયાઓ નો ઉત્સાહ વધી રહ્યો છે અને થનગની રહ્યા છે.
તમારા વિસ્તારની સોસાયટી કે શેરી ગરબાની નવરાત્રિ LIVE જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...

સમગ્ર જિલ્લામાં શેરી રાસ ગરબા વધુ અમરેલી જિલ્લામાં માત્ર અમરેલી હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રી પાર્ટી પ્લોટ નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે અન્ય 12 કરતા વધુ તાલુકા મથકમાં શેરી રાસ ગરબાની રમઝટ બોલી રહી છે અને રાસની રંગત જામી રહી છે

અન્ય સમાચારો પણ છે...