ફિટનેસ માટે રમતગમત:અમરેલી પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે રમતોત્સવ-2023 કાર્યક્રમનું આયોજન કર્યું

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પુરષ તથા મહિલા પોલીસ કર્મચારીઓની શારીરિક ફિટનેશ જળવાય રહે તે હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘રમોત્સવ-2023‘‘ ખેલ રમતનુ આયોજન કરવામાં આવ્યું. જેનો અમરેલી SP હિંમકર સિંહના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ રમતોત્સવમાં અમરેલી એસપી હિંમકર સિંહ દ્વારા વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર પોલીસ અધિકારી કર્મચારીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા અને રમતના ફાયદા વિશે જાણકારી આપવામાં આવેલ હતી.

આ ‘‘રમોત્સવ-2023માં વિવિધ ઇવેન્ટ જેવી કે, 100 મીટર દોડ,400 મીટર દોડ, લોંગ જમ્પ,હાઇ જમ્પ,ગોળા ફેંક,ક્રિકેટ,400 રીલે દોડ,કબડ્ડી,વોલીબોલ,ટેબલ ટેનિસ,બેડમિન્ટન,ખો-ખો રમતોનું આયોજન કરવામાં આવેલ છે. જે રમત સ્પર્ધામાં 400થી વધારે અધિકારી/કર્મચારી દ્રારા ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...