આંતરીક બદલી:અમરેલી જિલ્લામાં SPએ જાહેરહિતમાં 8 પોલીસ અધિકારીઓની અલગ-અલગ વિસ્તારોમાં બદલીઓ કરી

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા મોટાભાગના પોલીસ સ્ટેશનના અધિકારીઓ બદલાયા

અમરેલી જિલ્લામાં આજે અલગ-અલગ પોલીસ સ્ટેશનના 8 અધિકારીઓની બદલીઓ કરવામા આવી છે. અમરેલી SP હિમકર સિંહ દ્વારા વહીવટી સરળતા ખાતર અને જાહેરહિતમાં હંગામી ધોરણે બદલીઓ કરવામાં આવી હતી. આવશે જેમાં આજે કુલ 8 ઓડર કરવામાં આવ્યા છે
ક્યા પોલીસ અધિકારીની કઈ જગ્યાએ બદલી કરાઈ?
અમરેલી LCBમાંથી PSI આર.કે.કરમટાની સાવરકુંડલા ડિવિઝન રીડરમાં બદલી, એટેચ પર રહેલા PSI એમ.એ.મોરી સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં મુકાયા, અમરેલી એલ.સી.બી.ના PSI પી.એન.મોરીને વંડામાં મુકાયા, વંડા પોલીસ સ્ટેશનના PSI પી.વી.પલાસને જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં મુકાયા, સાવરકુંડલા રૂલરના PSI વાય.પી.ગોહિલને ડુંગર પોલીસ સ્ટેશનમાં મુકાયા, ડુંગરના PSI એસ.જી.ગોહિલને દામનગર મુકાયા, દામનગર PSI છોવાળાને લિવ રિઝર્વમાં મુકાયા, એસ.ઓ.જી.ના પી.બી.લકકડને પેરોલ ફર્લો સ્કોડમાં મુકાયા. 2 દિવસ પહેલા અમરેલી સીટીમાં મહિલા પી.આઈ.આઈ.જે.ગીડાનો ઓડર કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર અમરેલી જિલ્લામાં અલગ અલગ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનમાં કુલ 8 જેટલા PSIને અલગ-અલગ તાલુકામાં આવેલા પોલીસ સ્ટેશનોમાં બદલી કરી દેવામાં આવી છે.

SPની મહત્વની બ્રાન્ચમાં જગ્યા ખાલી થતા ગણગણાટ શરૂ
અમરેલી જિલ્લાની મહત્વની બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) આ બ્રાન્ચ SPના અંડરમાં સીધી નજર હેઠળ કામગીરી કરતી હોય છે, જેથી મહત્વની બ્રાન્ચમાં રહેલા અધિકારની બદલી થયા બાદ હવે કોણ આવશે તેને લઈ સમગ્ર જિલ્લાના પોલીસબેડામાં અને રાજકીય વર્તુળમા ગણગણાટ સાથે ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...