વાવેતર:અમરેલી જિલ્લાના 90 ગામમાં વાવણીના શ્રીગણેશ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબરાના 10 ગામમાં કપાસ, મગફળી વાવવાની શરૂઆત - Divya Bhaskar
બાબરાના 10 ગામમાં કપાસ, મગફળી વાવવાની શરૂઆત
  • કાેરાેના અને વાવાઝાેડાથી પિડીત ખેડૂતાેને વરસ સારૂં રહેવાની આશા
  • કપાસનું વાવેતર સાૈથી વધુ થઇ રહ્યું છે

અમરેલી પંથકમા પાછલા ત્રણ દિવસ દરમિયાન પડેલા સારા વરસાદને પગલે જિલ્લાના 90થી વધુ ગામોમા ખેડૂતોએ હરખાતા હૈયે વાવણીની શરૂઆત કરી દીધી છે. આજે મહદઅંશે વરાપ રહેતા ખેડૂતો વાવણી કરવા નીકળી પડયા હાેય સીમ વિસ્તાર ગુંજી ઉઠયો હતો. કપાસનુ વાવેતર વધારે થઇ રહ્યું હાેય આ વર્ષે પણ જિલ્લાભરમા ત્રણ લાખ હેકટરથી વધુ વાવેતર થાય તેવી શકયતા છે.

વિતેલા વર્ષમા અમરેલી જિલ્લાના ખેડૂતોને મોટી આર્થિક નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. એક તરફ કોરોનાએ સૌ કોઇને પરેશાન કરી નાખ્યા ત્યારે બીજી તરફ વાવાઝાેડાએ ખેતી ક્ષેત્રને મોટુ નુકશાન પહોંચાડયુ હતુ. જેની સરકારી સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી. પરંતુ કુદરત હવે આ વિસ્તારના ખેડૂતોની વહારે છે. સાૈરાષ્ટ્રના અન્ય વિસ્તારાેમા હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી ત્યાં અમરેલી જિલ્લાના ઘણા ખરા વિસ્તારમા વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ખાસ કરીને પાછલા ત્રણ દિવસ દરમિયાન રાજુલા, કુંડલા, ખાંભા, ધારી, બગસરા અને લીલીયા તાલુકાના અનેક ગામોમા ધરતીને તરબતર કરતો વરસાદ પડ્યો છે.

લાઠીના શેખપીપરીયા, ચાવંડ, દેવળીયા, કેરીયા વિગેરે બગસરાના મોટા મુંજીયાસર, નાના મુંજીયાસર તથા રફાળા, રાજુલાના કાતર, ખાખબાઇ, બારપટોળી, કંથારીયા, ચૌત્રા વિગેરે ગામો, ખાંભાના નાનુડી, ઉમરીયા, તાતણીયા, લાસા, ભાડ, વાંકીયા, ઇંગોરાળા વિગેરે ગામો, લીલીયાના ગોઢાવદર, લોકા, લોકી, ભેંસવડી, શેઢાવદર, ક્રાંકચ, ભોરીંગડા, બવાડી બવાડા, વાઘણીયા, નાના લીલીયા, પુંજાપાદર, લીલીયા વિગેરે ગામો, સાવરકુંડલામા અમૃતવેલ, હાથસણી અને સાવરકુંડલાની સીમ સહિત 10થી વધુ ગામોમા વાવણી થઇ છે. જયારે ધારી તાલુકામા જીરા, સરસીયા, ખીચા, દેવળા ઉપરાંત ચલાલા અને આસપાસના અનેક ગામોમા વાવણી થઇ છે. એકંદરે જિલ્લાના 90થી વધુ ગામોમા વાવણી શરૂ થઇ છે. અનેક ગામોમા એક સીમમા વાવણી થઇ છે. પરંતુ બીજી સીમમા બાકી છે. વહેલી વાવણીના કારણે મોલાતને વધુ ફાયદો રહેશે.

કપાસના વાવેતર પર જોખમ- પોકિયા
બાબરાના ખેતી નિષ્ણાંત દિનેશભાઇ પોકીયાએ જણાવ્યુ હતુ કે હજુ થાેડા વિસ્તારમા જ વાવણી થઇ છે. મગફળીના પાકમા વાંધો નહી આવે પરંતુ વરસાદ ખેંચાશે તો કપાસનુ બિયારણ નિષ્ફળ જવાની ભિતી રહેશે.

ગયા વર્ષે પણ આ જ સમયગાળામાં થઇ હતી વાવણી
અમરેલી જિલ્લામા ગયા વર્ષે પણ 10જુન આસપાસ વાવણીના શ્રીગણેશ થયા હતા. અને જુનનો અંત આવતા સુધીમા મહદઅંશે વાવણી પુર્ણ થઇ ગઇ હતી. ઓણસાલ ચાેમાસાના આરંભે જયાં પણ વરસાદ પડ્યો ત્યાં વાવણી થઇ શકે તેવો ભારે વરસાદ પડ્યો છે.

બાબરાના 10 ગામમાં કપાસ, મગફળી વાવવાની શરૂઆત બાબરાના કરીયાણા, ઇશ્વરીયા, ચરખા, ચમારડી, ખાખરીયા, અમરાપરા, દરેડ સહિત 10 ગામાેમા વાવણી શરૂ થઇ છે. ખેડૂતો અહી કપાસ અને મગફળી પર પસંદગી ઉતારી રહ્યાં છે. જયારે અન્ય ખેત જણસાે વાવતા હજુ એકાદ પખવાડીયાનાે સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...