વાવેતર:જિલ્લામાં 1.05 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડધો અડધ 53 હજાર હેક્ટરમાં માત્ર ચણા વવાયા જ્યારે 17 હજારથી વધુ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું
  • 2859 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર, મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર

હજુ તો શરૂઆત છે ત્યાં જ જિલ્લામા 1.05 લાખ હેકટરમા રવિ પાકનુ વાવેતર થઇ ચુકયુ છે.ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલી જિલ્લામા અડધો અડધ ખેડૂતોએ રવિ પાક તરીકે ચણા પર પસંદગી ઉતારી છે. અમરેલી જિલ્લામા આજદિન સુધીમા 50881 હેકટરમા ચણાનુ વાવેતર થઇ ચુકયુ છે. જિલ્લાના 11 પૈકી 5 તાલુકા બાબરા, સાવરકુંડલા, કુંકાવાવ, ધારી અને અમરેલીના ખેડૂતોએ ચણા પર વિશેષ પસંદગી ઉતારી છે. જો કે આવનારા દિવસોમા ચણાનુ વાવેતર હજુ મોટા પ્રમાણમા વધશે. તો બીજી તરફ જિલ્લામા ઘઉંનુ પણ ઠીકઠીક પ્રમાણમા વાવેતર થઇ રહ્યું છે. અત્યાર સુધીમા જિલ્લામા 17311 હેકટરમા ઘઉંનુ વાવેતર થયુ છે. ઘઉંનુ સૌથી વધુ વાવેતર 3271 હેકટર સાવરકુંડલામા અને 3625 હેકટર અમરેલી તથા 2307 હેકટર બાબરા તાલુકામા થયુ છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખેડૂતો રવિ પાક તરીકે જુવાર, મકાઇ પણ વાવી રહ્યાં છે. મગ, મઠનુ નામ માત્રનુ વાવેતર થયુ છે. શિયાળુ પાકમા તેલીબીયા પાકનુ વાવેતર જોવા મળ્યું નથી. માત્ર 131 હેકટરમા રાયડાનુ વાવેતર થયુ છે. જિલ્લામા દર વર્ષે ધાણા અને જીરૂનુ પણ ખાસ્સુ વાવેતર થતુ હોય છે. ચાલુ સાલે અત્યાર સુધીમા 8621 હેકટરમા ધાણા અને 2842 હેકટરમા જીરૂનુ વાવેતર થયુ છે. 2843 હેકટરમા લસણનુ પણ વાવેતર થયુ છે. જયારે 5671 હેકટરમા ડુંગળીનુ વાવેતર થયુ છે. જેમા સૌથી વધુ સાવરકુંડલા પંથકમા 1951 હેકટરમા ડુંગળી વવાઇ છે. 2859 હેકટરમા શાકભાજીનુ વાવેતર થયુ છે. મોટા પ્રમાણમા ઘાસચારો પણ વવાયો છે. એકંદરે જિલ્લામા 1.05 લાખ હેકટરમા રવિ પાકની વાવણીનુ કામ પુર્ણ થઇ ગયુ છે.

જિલ્લામાં સૌથી વધુ રવિ પાકનંુ વાવેતર બાબરા તાલુકામાં
જિલ્લામા રવિ પાકનુ કુલ 1.05 લાખ હેકટરમા થયુ છે ત્યારે સૌથી વધુ વાવેતર બાબરા તાલુકામા 20555 હેકટરમા થયુ છે. આ ઉપરાંત અમરેલી તાલુકામા 10908 હેકટરમા, બગસરા તાલુકામા 6954 હેકટર, ધારી તાલુકામા 13690 હેકટર, લીલીયા તાલુકામા 3004 હેકટર, કુંકાવાવમા 14697 હેકટર, ખાંભામા 4905 હેકટરમા વાવેતર થયુ છે.

જાફરાબાદમાં 180 હેક્ટરમાં બાજરી વવાઇ
જાફરાબાદ તાલુકામા ખેડૂતો ઘઉં, ચણા, જીરૂ, ડુંગળી, શાકભાજી વિગેરેનુ તો વાવેતર કરે જ છે. સાથે અન્ય ધાન્ય પાકોમા અહીના ખેડૂતો બાજરીનુ વાવેતર કરે છે. જાફરાબાદ તાલુકામા 180 હેકટરમા બાજરીનુ વાવેતર થયુ છે.

ચણાનંુ સૌથી વધુ વાવેતર સાવરકુંડલા, બાબરામાં
​​​​​​​જિલ્લામા સૌથી વધુ ચણાનુ વાવેતર સાવરકુંડલામા થયુ છે. અહી 11230 હેકટરમા ખેડૂતોએ ચણા વાવ્યાં છે. જયારે બાબરા તાલુકામા પણ ખેડૂતોએ સૌથી વધુ ચણાનુ વાવેતર 10613 હેકટરમા કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...