તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:અમરેલીના ખેરામાં હોળીના પર્વે માતાના હાથે પુત્રની હત્યા, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી,પુત્રવધુનું હૈયાફાટ રૂદન

અમરેલી2 મહિનો પહેલા
  • મૃતક પોતાની બહેનને પરેશાન કરતો હોય માતાએ પકડી રાખ્યો, પાડોશીએ ધોકો માર્યો

હોળીના તહેવારમાં સામાન્ય રીતે લોકો પરિવાર સાથે હળીમળીને હોળીના તહેવાર ની ઉજવણી કરતા હોય છે પરંતુ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટનામાં હત્યાની ઘટનાથી સમગ્ર દરિયાય કોસ્ટલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં હોળીના તહેવાર પર જ એક માતા સામે પોતાના જ પુત્રની હત્યાનો ગુનો નોંધાયો છે. માતાની સાથે પાડોશી યુવક સામે પણ યુવકની હત્યા મામલે ગુનો નોંધવામા આવ્યો છે.

સમગ્ર મામલાની વિગત પર નજર કરીએ તો, ખેરા ગામમાં રહેતા સવજી શિયાળ નામનો યુવક ગતરાત્રિએ તેની બહેનને હેરાન પરેશાન કરી રહ્યો હોય માતા દૂધીબેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, યુવક માન્ય ના હતો અને પોતાની બહેનને પરેશાન કરી રહ્યો હતો. આ સમયે માતા દૂધીબહેન પાડોશમાં રહેતા મુન્નાભાઈ નામના પાડોશીને બોલાવીને લાવ્યા હતા.પોલીસનું માનીએ તો, સવજીને તેની માતાએ પકડીને રાખ્યો હતો તે સમયે પાડોશમાંથી આવેલા મુન્નાભાઈએ સવજીને મુંઢમાર માર્યો હતો અને ધોકા વડે પણ માર માર્યો હતો. બાદમાં સવજીના માતા દૂધીબેન અને પાડોશી મુન્નાભાઈ સહિતના લોકો સવજીભાઈને ઘટનાસ્થળે મુકી ચાલ્યા ગયા હતા.

બાદમાં પોતાના પિયરમાં ગયેલી પત્ની આજે સવારે જ્યારે પોતાના ઘરે પરત ફરી ત્યારે પતિ બેશુદ્ધ હાલતમાં પડ્યા હતા.પત્નીએ પોતાના સાસુ અને આસપાસના લોકોને જાણ કરતા તમામ દોડી આવ્યા હતા. બાદમાં મૃતક સવજીભાઈના માતાએ જ સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી. હત્યાના બનાવ મામલે મૃતક સવજીભાઈના પત્નીએ સાસુ દૂધીબહેન અને પાડોશી મુન્નાભાઈ સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી
પીપાવાવ મરીન પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકને ત્રણ દીકરી અને એક દીકરો મળી કુલ ચાર સંતાનો છે. ચારેય સંતાનો પિતાવિહોણા બનતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો