વિવાદ:રીસામણે ગયેલી પત્નીને તેડવા જતા જમાઇ પર સસરાનો છરી વડે હુમલો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાળાઅે પણ ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે ઇજા પહાેંચાડી

ચલાલામા રહેતાે અેક યુવક લીલીયામા રીસામણે ગયેલી પત્નીને તેડવા તેના સસરાઅે છરીના ઘા ઝીંકી ઇજા પહાેંચાડી હતી. તેમજ સાળાઅે પણ પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. ચલાલામા હુડકાે-2મા રહેતા ગાેપાલભાઇ ચંદુભાઇ વાઘેલા (ઉ.વ.25) નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન છઅેક વર્ષ પહેલા લીલીયામા રહેતા કાળુભાઇની દીકરી સાથે થયા હતા. સપ્તાહ પહેલા તેની પત્ની વચ્ચે મનદુખ થતા તે પીયર ચાલી ગઇ હતી.

ગઇકાલે ગાેપાલ તેની પત્નીને તેડવા લીલીયા ગયાે હતાે ત્યારે તેના સસરા કાળુભાઇ પાચાભાઇ ચારાેલીયાઅે મારા ઘરે કાેણે અાવવાનુ કહ્યું હતુ તેમ કહી બાેલાચાલી કરી છરી વડે ઇજા પહાેંચાડી હતી. તેમજ સાળા અજયે પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. જાે કે અા દરમિયાન ગાેપાલભાઇના પિતા અને બહેન અાવી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...