ફરિયાદ:રાજુલાના દેવપરામાં સાસુ પર જમાઇનો કોદાળી વડે હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ગાળો આપતા ફરિયાદ

રાજુલાના ભેરાઇ દેવપરામા દીકરીના ઘરે આંટો મારવા આવેલા સાસુ પર જમાઇએ કોદાળીનો ઘા મારી ઇજા પહોંચાડી ગાળો આપતા આ બારામા તેણે મરીન પીપાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. સાસુ પર જમાઇના હુમલાની આ ઘટના રાજુલાના ભેરાઇ દેવપરામા બની હતી. સાવરકુંડલાના દોલતીમા રહેતા ચંપાબેન ભુપતભાઇ હિમાસીયા (ઉ.વ.55) નામના પ્રૌઢાએ મરીન પીપાવાવ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તેમના પતિ સાથે પોતાની દીકરીના ઘરે આંટો મારવા આવ્યા હતા.

ત્યારે જમાઇ લાલનશા સુંદરશાએ બોલાચાલી કરી ગાળો આપી કોદાળી વડે મારમારી ઇજા પહોંચાડી હતી.જયારે લાલનશા સુંદરશાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના સાસુ ચંપાબેન અને સસરા ભુપતભાઇ તેના ઘરે આવ્યા હતા. જેથી ઘરે આવવાનુ કારણ પુછતા સાસુ ચંપાબેને ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમાર્યો હતો તેમજ પત્ની કાજલે પણ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ એમ.કે.મકવાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...