તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:અમરેલી જિલ્લાના ધારીગીર પંથકના કેટલાક ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો

અમરેલી11 દિવસ પહેલા

અમરેલી પંથકને માવઠુ છેલ્લા અાઠ દિવસથી પરેશાન કરી રહ્યું છે. અાજે ધારી તાલુકાના ગીરકાંઠાના ગામાેમા કરા સાથે કમાેસમી વરસાદ થયાે હતાે. જયારે બગસરાના ગ્રામ્ય વિસ્તારમા પણ માવઠુ થયુ હતુ. તાે બીજી તરફ અમરેલી પંથકમા ધુળની અાંધી ફુંકાઇ હતી. લાઠી, બાબરા, લીલીયા પંથકમા પણ વાદળાે છવાયા હતા.

અેક તરફ ખેડૂતાે ઉનાળુ પાક વાવીને બેઠા છે અને બીજી તરફ કેરીનાે પાક પણ તૈયાર થવામા છે તેવા સમયે અમરેલી જિલ્લાના ખેડૂતાેને માવઠુ પરેશાન કરી રહ્યું છે. છેલ્લા સાત દિવસથી સતત કમાેસમી વરસાદ થયા બાદ અાજે અાઠમા દિવસે પણ જુદાજુદા વિસ્તારમાથી માવઠાના વાવડ મળ્યાં હતા. ખાસ કરીને ધારી તાલુકાના ગીરકાંઠાના ગામાેમા કરા સાથે કમાેસમી વરસાદ થયાે હતાે. કુબડા, ગાેવિંદપુર, સરસીયા, દલખાણીયા, ગાેવિંદપુર વિગેરે ગામાેમા માેડી સાંજે ઘનઘાેર વાદળાે ચડી અાવ્યા હતા. વરસાદની સાથે કરા પણ પડયા હતા. અા વિસ્તારમા કેરીનાે પાક લેતા ખેડૂતાે સતત પડી રહેલા કમાેસમી વરસાદથી ચિંતિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ ધારીના ગીરકાંઠાના ગામાેમા કરા સાથે કમાેસમી વરસાદ થયાે હતાે. તાે બીજી તરફ અાજે બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા પણ માવઠુ થયુ હતુ. અહી રફાળા, જુની હળીયાદ તેમજ અાસપાસના ગામાેમા માેડી સાંજે વરસાદ પડયાે હતાે. સાવરકુંડલામા પણ સાંજે હળવા છાંટા પડયા હતા. લાઠી, લીલીયા, બાબરા પંથકમા દિવસભર ઉકળાટ રહ્યાં બાદ વરસાદી વાદળાે ચડી અાવ્યા હતા. જાે કે અા વાદળાે વરસ્યા ન હતા.

અમરેલી શહેરમા સતત બે દિવસથી કમાેસમી વરસાદ પડી રહ્યાે છે. તેની વચ્ચે અાજે માેડી સાંજે ઘનઘાેર વાદળાે ચડી અાવ્યા હતા. અાકાશમા ગાજવીજ સાથે ધુળની અાંધી ફુંકાઇ હતી. જાે કે વરસાદ થયાે ન હતાે. અમરેલી પંથકમા છેલ્લા અાઠ દિવસથી કમાેસમી વરસાદ પડી રહ્યાે છે. હવામાન વિભાગ દ્વારા અાવતીકાલે પણ માવઠાની અાગાહી કરાઇ છે.

ઉનાળંુ પાકને થઇ રહ્યું છે નુકસાન
ગત ચાેમાસામા પડેલા સારા વરસાદને પગલે અાેણસાલ અમરેલી જિલ્લામા ઉનાળુ પાકનુ પણ સારૂ વાવેતર થયુ છે. પરંતુ છેલ્લા અાઠ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે અમરેલી જિલ્લામા ઉનાળુ પાકને નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતાે વરસાદ અટકે તેની રાહ જાેઇ રહ્યાં છે.

ધારી પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકસાન
હાલમા ભારે પવન સાથે વરસાદ પડી રહ્યાે છે. જેને પગલે ધારી તાલુકામા કેરીના પાકને માેટુ નુકશાન થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા કેસર કેરીનાે પાક સાૈથી વધુ ધારી તાલુકામા જ લેવાઇ રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો