તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોશ્યલ મીડિયાના એકાઉન્ટ હેક કરી નાણા પડાવતી ગેંગ ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્ય સુત્રધાર છે નામચીન ચીટર - Divya Bhaskar
મુખ્ય સુત્રધાર છે નામચીન ચીટર
  • ખેડા અને દ્વારકા પંથકના ત્રણ શખ્સાેએ અમરેલી જૂનાગઢના ત્રણ લાેકાે સાથે ઠગાઇ કરી હતી

ખેડા અને દ્વારકા પંથકના ત્રણ શખ્સાેઅે સાંઠગાંઠ કરી સાેશ્યલ મિડીયાના અેકાઉન્ટ હેક કરી જે તે અેકાઉન્ટ ધારકના સગા સંબંધીને ફાેન કરી રાેકડ રકમ પાેતાના અેકાઉન્ટમા ટ્રાન્સફર કરી છેતરપીંડી અાચરતા અમરેલી સાયબર પાેલીસે ત્રણેયની ધરપકડ કરી છે. અા ચિટર ગેંગે અમરેલી જિલ્લામા બે અને જુનાગઢ જિલ્લામા અેક વ્યકિત સાથે ઠગાઇ કરી હતી.

અમરેલી સાયબર પાેલીસે અાજે જણાવ્યું હતુ કે સાેશ્યલ મિડીયાના અેકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરનારી ગેંગના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના પ્રિતેશ મહેશ પ્રજાપતિ, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામના અક્ષય નારણ છેતરીયા અને જગદીશ નારણ છેતરીયા નામના શખ્સાેની ધરપકડ કરવામા અાવી છે.

અા શખ્સાેઅે અમરેલીના અેક વકિલના સાેશ્યલ મિડીયાના અેકાઉન્ટનાે પાસવર્ડ ચેંજ કર્યાે હતાે અને પાેતે જે તે સાેશ્યલ મિડીયાની અાેફિસમાથી બાેલુ છુ તેમ કહી અાેટીપી મેળવી અેકાઉન્ટનાે પાસવર્ડ હેક કરી પાેતાના કબજામા લઇ લીધુ હતુ. અને બાદમા તેના પરિચિતાે અને સગા સંબંધીઅાેને નાણાની જરૂર છે તેવા મેસેજ માેકલી અક્ષય તથા જગદીશના અેકાઉન્ટમા રકમ ટ્રાન્સફર કરાવી હતી.

અાવી જ રીતે માેટા મુંજીયાસરના રમેશભાઇ કાળુભાઇ સતાસીયાનુ અેકાઉન્ટ હેક કરી તેમના સંબંધીઅાે પાસેથી રૂપિયા 11 હજારની રકમ ટ્રાન્સફર કરાવી હતી. જુનાગઢ જિલ્લામા પણ અેક અેકાઉન્ટ હેક કરી 23500ની રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્રણેય ગુનામા ધરપકડ કરી પાેલીસે મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે. અા કાર્યવાહી પીઅાઇ અેમ.બી.નકુમ, પીઅેસઅાઇ અેચ.કે.મકવાણા તથા જે.અેમ.કડછા અને સ્ટાફે કરી હતી.

અા છેતરપીંડીનાે મુખ્ય સુત્રધાર પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ નામચીન ચીટર છે અને માેરબી, રાજકાેટ, મહેમદાવાદ, વલસાડ અને સાબરકાંઠા પંથકમા તેની સામે અાઠ ગુનાે નાેંધાયા છે. જયારે જગદીશ છેતરીયા સામે જામનગર અને દ્વારકા પંથકમા બે ગુના નાેંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...