આગામી સમયમાં આવનાર મકરસંક્રાંતીના તહેવાર દરમ્યાન કેટલાક ઇસમો પોતાના આર્થીક ફાયદા માટે પ્રતિબંધીત ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નુ વેચાણ કરતા હોય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નો ઉપયોગ ઉપર મુકવામાં આવેલ પ્રતિબંધ નું ચુસ્ત પણે અમલવારી કરાવવા વહીવટી તંત્રને સુચનો આપવામા આવતા અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા તરફથી જાહેરનામુ પ્રસીધ્ધ કરવામાં આવી છે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર જીલ્લાઓમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નુ વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપતા હોય અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં આગામી મકરસંક્રાંતીના તહેવાર અન્વયે ચાઇનીજ દોરા, નાયલોન દોરા તથા લેનટર્ન(ચાઇનીજ તુક્કલ)નુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમરેલી જીલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનમાં 04,અમરેલી સીટી પોલીસ સ્ટેશનમા 04, ખાંભા પોલીસ સ્ટેશનમાં-03, ધારી પોલીસ સ્ટેશનમા-01, વંડા પોલીસ સ્ટેશનમા-01, વડીયા પોલીસ સ્ટેશનમાં-01, લાઠી પોલીસ સ્ટેશનમા-01, ચલાલા પોલીસ સ્ટેશનમાં-01 તથા સાવરકુંડલા ટાઉનમા-01 મળી કુલ-17 ગુનાઓ દાખલ કરી કુલ-17ઇસમોને પ્રતિબંધીત ચાઇનીજ માંજા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓનુ વેચાણ કરતા પકડી પાડી તેમના વિરૂધ્ધમાં ધોરણસરની કાર્યાવાહી કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત
(1) મોનો સ્કાય કંપનીની ફીરકી/રીલ નંગ-303,કિ.રૂા.77,600/- તથા એક બાઇક કિ.રૂ.20,000/- મળી કુલ કી.રૂ.-97,600/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અમરેલી પોલીસ દ્વારા તમામ નાગરીકોને અપીલ કરવામાં આવી છે, કે આપની આસપાસ ચાઇનીઝ માંઝા/દોરી અથવા ચાઇનીઝ તુક્કલના વેંચાણ કે ઉપયોગકર્તા વિશે માહીતી હોય તો અમરેલી જીલ્લા પોલીસ કન્ટ્રોલ રુમ-02792 223498 પર સંપર્ક કરી જાણ કરી શકો છો. આપની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.