તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:આરાેગ્યકર્મી અને ફ્રન્ટલાઇન વાેરિયર્સ સહિત અત્યાર સુધીમાં 8950 લાેકાેને રસી અપાઇ

અમરેલી,બગસરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • અમરેલી જિલ્લામાં રસીકરણ ઝુંબેશ વેગવંતી બની : પ્રાથમિક શાળાના શિક્ષકોને રસી અપાઇ

અમરેલી જિલ્લામા 16 જાન્યુઅારીથી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામા અાવી છે. હાલ અારાેગ્યકર્મી તેમજ ફ્રન્ટલાઇન વાેરીયર્સને રસી અપાઇ રહી છે. જિલ્લામા અત્યાર સુધીમા 8950કરતા વધુ લાેકાેને રસી અાપી દેવામા અાવી છે.અમરેલીમા 16 જાન્યુઅારીના રસીકરણનાે અારંભ કરાયાે હતાે. પ્રથમ તબીબાે અને અારાેગ્યકર્મીઅાેઅે રસી લીધી હતી. જિલ્લાના તમામ વેકસીનેશન કેન્દ્રાે ખાતે વેકસીનેશન રૂમ, અાેબ્ઝર્વેશન રૂમ, વેઇટીંગ રૂમની વ્યવસ્થા ઉભી કરવામા અાવી હતી. પ્રથમ અમરેલી, રાજુલા અને બગસરા ખાતે રસીકરણની શરૂઅાત કરાઇ હતી.

બાદમા કુંકાવાવ, લીલીયા, ખાંભા તેમજ અમરેલી, જાફરાબાદ અને ધારી કેન્દ્રાે ખાતે રસીકરણ શરૂ કરાયુ હતુ. હાલ રસીકરણ ઝુંબેશ વેગવંતી બની છે.તા. 16 જાન્યુઅારીઅે પ્રથમ દિવસે 230 લાેકાેને રસી અપાઇ હતી. તા. 20ના રાેજ 249 લાેકાેને, તા. 22ના રાેજ 241 લાેકાેને તેમજ તા. 25ના રાેજ 295 લાેકાેને, તા. 29ના રાેજ 842 લાેકાેને, તા. 30ના રાેજ 51 લાેકાેને રસી અપાઇ હતી. અા ઉપરાંત તા. 1 ફેબ્રુઅારીના રાેજ 889, તા. 2ના રાેજ 686, તા. 3ના રાેજ 371 અને તા. 4ના રેાજ 1178 લાેકાેને રસી અપાઇ હતી.ત્યારે અાજરાેજ બગસરા તાલુકામાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહેલા શિક્ષકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બગસરા તાલુકાના 300થી વધુ પ્રાથમિક શિક્ષકોને રસી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. બગસરાના સરકારી દવાખાના ખાતે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ રસીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફની મદદથી બગસરા તાલુકાના મોટાભાગના શિક્ષક ભાઈ બહેનોએ રસીકરણ કરાવી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો