રાજ્યભરમાં પશુઓમાં લંપી વાઈરસ ફેલાયા બાદ સતત અમરેલી જિલ્લામાં પણ રસીકરણ કામગીરી હાથ ધરાય છે. ત્યારે હાલમાં અમરેલી જિલ્લામાં કુલ 474 પશુઓને લંપી વાઈરસથી સંક્રમિત થયા છે તેને લઈ જિલ્લા પશુપાલન વિભાગ અને વહીવટી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 14 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. જેને લઈ પશુપાલકો પણ ચિંતિત છે.
વાઈરસને ફેલાતો અટકાવવા રસીકરણ શરૂ કરાયું
જિલ્લામાં વધુ વાઈરસ ન ફેલાય તેને લઈ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે હાલ અસરગ્રસ્ત પશુઓ છે તે વિસ્તારમાં રસીકરણ કામગીરી હાથ ધરી છે. અલગ જથ્થામાં 25000 જેટલી રસી ફાળવાઈ છે 18812 પશુઓને રસીકરણ કરી દેવાયું છે હાલ 6188 વેક્સિનનો સ્ટોક પડ્યો છે. હાલમાં સતત રસીકરણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
જિલ્લાના 26 ગામમાં 474 પશુઓ લમ્પીથી સંક્રમિત થયા
અમરેલી જિલ્લામાં સૌથી પહેલા બાબરા તાલુકાના ગામડામા લંપી વાયરસની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ અલગ અલગ 26 ગામડા સુધી 474 જેટલા પશુઓ લંપી વાઈરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં હાલ રસીકરણની કામગીરી જિલ્લા પશુપાલક નિયામકના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.