ચોરી:અમરેલીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા. 1.45 લાખની ચાેરી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા છેવાડાના વિસ્તારમા ફરી ઘરફાેડ ચાેરીની ઘટના સામે અાવી છે. અહીના રણુજાધામ શેરી નં-1મા અેક બંધ મકાનમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી રાેકડ, સાેનાના દાગીના મળી કુલ રૂપિયા 1.45 લાખના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા.અહીના રણુજાધામ શેરી નં-1મા રહેતા કુંભાભાઇ વિજાણંદભાઇ રામ (ઉ.વ.60) પાેતાના પત્ની સાથે કામ સબબ વેરાવળ ગયા હતા.

ત્યારે તેમના બંધ મકાનમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાેઅે કબાટમા રાખેલ રાેકડ રૂપિયા 1.10 લાખ તેમજ સાેનાની બુટી જાેડ-1, નાકના દાણા 3, ચાંદીના છડા ત્રણ જાેડ મળી કુલ રૂપિયા 1,45,000નાે મુદામાલ ચાેરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે કુંભાભાઇઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા અજાણ્યા શખ્સાે સામે ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેવાડાના વિસ્તારમા થાેડા સમયથી તસ્કરાેની રંજાડ ન હતી. પરંતુ ફરી ઘરફાેડ ચાેરીની ઘટના શરૂ થઇ હાેય પાેલીસ દ્વારા રાત્રીના સઘન પેટ્રાેલીંગ કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...