કાર્યવાહી:નેસડીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા; 76 હજારની ચોરી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલાના નેસડીનો પરિવાર મકાન બંધ કરી નાગધ્રા ગયો હતો
  • દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા, પટારામાં રાખેલી રોકડ ચોરી ગયા

સાવરકુંડલા તાલુકાના નેસડીમા રહેતા એક યુવક તેના પત્ની સાથે મકાન બંધ કરી સાળાના ઘરે નાગધ્રા ગયા હતા ત્યારે પાછળથી તેના ઘરમા તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરો અહીથી પટારાનો નકુચો તોડી 76 હજારની મતા ઉઠાવી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બંધ મકાનમા ચોરીની આ ઘટના સાવરકુંડલા તાલુકાના નેસડીમા બની હતી. અહી રહેતા પરેશભાઇ રામજીભાઇ ધામેલીયા (ઉ.વ.46) નામના યુવાને સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તારીખ 2ના રોજ તેના પત્ની સાથે તેના સાળાના ઘરે નાગધ્રા ગામે ગયા હતા. બપોરબાદ તેઓ પરત ફર્યા ત્યારે તેના ઘરમા ચોરી થયાની જાણ થઇ હતી.

તસ્કરો દરવાજાનો નકુચો તોડી બાદમા અંદર પ્રવેશ્યા હતા અને પટારાનો નકુચો તોડી અંદર રાખેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમા ગોદડામા રાખેલ રોકડ રૂપિયા 76 હજારની રકમ તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીએસઆઇ એન.એ.વાઘેલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...