તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાેરી:ધારીમાં રહેણાંકમાં તસ્કરો ત્રાટક્યા, 83 હજારની ચાેરી

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મકતસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મકતસ્વીર
  • રાેકડ, સાેના ચાંદીના ઘરેણા ઉઠાવી ગયા

ધારીમા પશુ દવાખાના પાછળ અાવેલ અેક રહેણાંકમા તસ્કરાે ત્રાકટયા હતા. તસ્કરાે અહીથી રાેકડ, સાેના ચાંદીના ઘરેણા, માેબાઇલ, જુનવાણી સિક્કા વિગેરે મળી કુલ રૂપિયા 83 હજારના મુદામાલની ચાેરી કરીને લઇ જતા અા બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

ચાેરીની અા ઘટના ધારીમા બની હતી. અહી પશુ દવાખાના પાછળ રહેતા મેહુલભાઇ બાલમુકુંદભાઇ ત્રિવેદીઅે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના રહેણાંકમા તસ્કરાે ત્રાકટયા હતા. તસ્કરાેઅે રૂમમા રાખેલ તિજાેરીમાથી રાેકડ રૂપિયા અાઠ હજાર, સાેના ચાંદીના ઘરેણા કિમત રૂપિયા 67 હજાર, ચાંદીના નવા તથા જુનવાણી સિક્કા મળી કુલ રૂપિયા 83 હજારના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...