તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Smugglers Steal 3 Cartons Of Tobacco From Amreli Godown, Complaint Of Theft Of Rs 20,000 Registered At Taluka Police Station

તસ્કરી:અમરેલીનાં ગોડાઉનમાંથી તસ્કરો તમાકુના 3 કાર્ટુન ચોરી કરી ગયા, તાલુકા પોલીસ મથકમાં 20 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલીમા લાઠી રાેડ પર બાયપાસ ચાેકડી નજીક આવેલ અેક ગાેડાઉનમાથી તસ્કરાે તમાકુ પાઉચના ત્રણ કાર્ટુન કિમત રૂપિયા 20691ના મુદામાલની ચાેરી કરીને લઇ જતા આ બારામા અજાણ્યા ઇસમાે સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.ગાેડાઉનમા ચાેરીની આ ઘટના અમરેલીમા બની હતી. અહી લાઠી બાયપાસ નજીક વલ્લભ ચેમ્બર્સની સામે અાવેલ ગાેડાઉનમા તસ્કરાે ત્રાટકયા હતા.

અનીલભાઇ ગાેવિંદભાઇ મેતલીયાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તારીખ 20/8થી 25/8 દરમિયાન રાત્રીના કાેઇપણ સમયે તસ્કરાે ગાેડાઉનમા ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી તમાકુ પાઉચના ત્રણ કાર્ટુન કિમત રૂપિયા 20691ના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

પાેલીસે આરાેપીને ઝડપી લીધા
બાયપાસ ચાેકડી પર આવેલ પાટીદાર ફેકટરીના ગાેડાઉનમા ચાેરીની ઘટના બનતા પીઆઇ રબારીની સુચનાથી પીઅેસઆઇ ગાેહિલ તથા ટીમે લાલજી ઉર્ફે લાલાે જેન્તીભાઇ સાેલંકી અને જેન્તીભાઇ મીઠાભાઇ વડેચા નામના શખ્સાેને ઝડપી લઇ મુદામાલ રીકવર કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...