ચોરી:બાઢડાના રહેણાંકમાં તસ્કરો ત્રાટક્યા, 20 હજારની ચાેરી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં રાખેલ સુટકેસમાંથી રાેકડ ઉઠાવી ગયા

સાવરકુંડલા તાલુકાના બાઢડામા અાવેલ અેક રહેણાંકમા તસ્કરાે ત્રાકટયા હતા. અહી તસ્કરાે બંધ મકાનના દરવાજા તાેડી અંદર પ્રવેશી રૂમમા રાખેલ સુટકેશમાથી રાેકડ રૂપિયા 20 હજારની ચાેરી કરીને લઇ ગયા હતા.

ચાેરીની અા ઘટના સાવરકુંડલાના બાઢડામા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા વલ્લભભાઇ ગાેવિંદભાઇ ગાજીપરા (ઉ.વ.65) નામના વૃધ્ધે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના બંધ મકાનમા તસ્કરાે ત્રાકટયા હતા. અહી તસ્કરાે બંધ મકાનના દરવાજા તાેડી અંદર પ્રવેશ્યા હતા. તેમજ નકુચા તાેડી રૂમમા રાખેલ સુટકેશમાથી રાેકડ રૂપીયા 20 હજારની ચાેરી કરીને લઇ ગયા હતા.

બનાવ અંગે અેઅેસઅાઇ વાય.જી.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...