અમરેલીમા લાઠી રોડ અને બાયપાસ પર આવેલ વાહનના ત્રણ શો-રૂમમા તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરોએ બે શોરૂમમા ચોરીનો પ્રયાસ કર્યો હતેા. જયારે એક સ્થળેથી આઠ હજારની મતાની ચોરી કરીને લઇ ગયા હતા. તસ્કરો સીસીટીવીમા કેદ થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી.
ગત રાત્રીના એકાદ વાગ્યાના સુમારે પ્રથમ તસ્કર ગેંગ અહીના લાઠી બાયપાસ પર આવેલ મારૂતીના શોરૂમમા ત્રાકટયા હતા. અહી તસ્કરોએ પાછળથી બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો અહીથી નાની તીજોરી ઉઠાવી ખેતરમા લઇ ગયા હતા. જો કે તેને કશુ હાથ લાગ્યુ ન હતુ.બાદમા તસ્કરો અહીથી લાઠી રોડ પર ટાટા મોટરના શોરૂમમા પાછળનુ શટર ઉંચીને ખાબકયા હતા. જો કે અહી સેન્સર લગાવેલુ હોય સાયરન વાગતા તસ્કરો નાસી છુટયા હતા. અહીથી થોડે દુર આવેલ સોનાલીકા ટ્રેકટરના શોરૂમમા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી આઠ હજારની મતાની ચોરી કરીને લઇ ગયા હતા.
તસ્કરો શોરૂમમા લગાવેલા સીસીટીવીમા કેદ થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ અહી દોડી આવી હતી અને તસ્કરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ બારામા મયુરભાઇ ખુમાણે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. તસવીર- જયેશ લીંબાણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.