તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જાફરાબાદમાં માેબાઇલની ચાેરી કરનાર તસ્કર ઝડપાયાે

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે 7 નંગ માેબાઇલ મળી 82500નાે મુદામાલ કબજે લીધાે

જાફરાબાદમા મેઇન બજારમા અાવેલ માેબાઇલની દુકાનમા થાેડા દિવસ પહેલા ચાેરીની ઘટના બનતા દુકાનદારે જાફરાબાદ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. જેને પગલે અેલસીબી પાેલીસે બાતમીના અાધારે તસ્કરને 7 નંગ માેબાઇલ સાથે દબાેચી લીધાે હતાે. મુળ નાગેશ્રીમા રહેતા અને જાફરાબાદમા માેબાઇલની દુકાન ચલાવતા મનુભાઇ પરમારની દુકાનમા થાેડા દિવસ પહેલા તસ્કરાે ત્રાટકયા હતા અને માેબાઇલની ચાેરી કરીને લઇ ગયા હતા. અા અંગે તેમણે જાફરાબાદ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી.

જિલ્લા પાેલીસવડાની સુચનાથી અમરેલી અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા અને ટીમે બાતમીના અાધારે મહેન્દ્ર ઉર્ફે ગીદડાવાળાે ઢીસાભાઇ બારૈયા (ઉ.વ.19) નામના યુવકને ઝડપી લીધાે હતાે. અા યુવક ચાેરીના માેબાઇલની લેવેચની પેરવી કરી રહ્યાે હતાે ત્યાં જ પાેલીસે દબાેચી લીધાે હતાે. પાેલીસે તેમની પાસેથી 7 નંગ માેબાઇલ કિમત રૂપિયા 82500નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...