તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષર જ્ઞાન:અમરેલીમાં ઝૂંપડપટ્ટીના બાળકોને શીતળા મંદિરે અક્ષર જ્ઞાન અપાશે, 85થી વધુ બાળકોને મળશે લાભ

અમરેલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
અહીં ઝૂપડપટ્ટીમાં રહેતા પરિવારો મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને મોટાભાગના પરપ્રાંતિય છે ત્યારે તેમના 85થી વધુ બાળકોને હવે શિક્ષણનો લાભ મળશે. - Divya Bhaskar
અહીં ઝૂપડપટ્ટીમાં રહેતા પરિવારો મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને મોટાભાગના પરપ્રાંતિય છે ત્યારે તેમના 85થી વધુ બાળકોને હવે શિક્ષણનો લાભ મળશે.
 • પ્રકૃતિ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટનો વંચિતોને વિદ્યા કાર્યક્રમનો પ્રારંભ

અમરેલીના ઠેબી નદી કાંઠે આવેલા શીતળા માતાના મંદિર ખાતે પ્રકૃતિ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટે વંચિતોને વિદ્યા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેમાં ઝૂંપડપટ્ટીના બાળકોને અક્ષર જ્ઞાન અપાશે. અમરેલી શહેરમાં પ્રકૃતિ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટે સેવાનું ત્રીજું સોપાન શરૂ કર્યું છે. અહીં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા અને ફી ભરી ન શકવાના કારણે અભ્યાસ ન મેળવનાર બાળકો માટે ઠેબી નદીના કાંઠે આવેલ શીતળા માતાના મંદિર ખાતે વંચિતોને વિદ્યા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેમાં ગરીબ પરિવારના 85 જેટલાનાના ભૂલકાઓને અઠવાડિયામાં બે વખત અક્ષર જ્ઞાન અપાશે.શીતળા માતાના મંદિર ખાતે પ્રકૃતિ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના કાર્યક્રમનો ભારતીબેન પંડ્યા, સોનલબેન ગઢીયા, ડી.જી. મહેતા, ભીખુભાઈ અગ્રાવત, ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, કાળુભાઈ ભંડેરી, ડો.ભરત કાનાબાર અને મુકેશભાઇ જાનીએ શુભારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો