મેઘમહેર યથાવત:અમરેલીના ધારી, ચલાલા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ

અમરેલી3 મહિનો પહેલા
  • અમરેલી જિલ્લા પર છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન

અમરેલી જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર યથાવત છે. આજે ધારી, ચલાલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ જામ્યો હતો.

આજે આ વિસ્તારમાં મેઘમહેર થઈ
અમરેલી જિલ્લામાં ધારી ગીર પંથકમાં આજે ફરી વરસાદ પડી રહ્યો છે. ધારી આસપાસના ગામડા ચલાલા શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ખાંભાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી,મીઠાપુર,બાલાનીવાવ,કથારીયા, રાજુલાના કડીયાળી,છતડીયા, હિંડોરણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના આદસંગ, થોરડી, આંબરડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

ધારી ગીરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો
અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મેઘરાજા હેત વરસાદી રહ્યા છે. જિલ્લાના અનેક તાલુકાની નદીઓમાં નવા નીરની આવક થઈ ચૂકી છે. ગઈકાલે ધારી ગીર પંથકના માધુપુર, લાખાપદર સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના કારણે ચેકડેમ ઓવરફ્લો થયા હતા.

વાવણી કાર્ય વેગીલું બનશે
જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર થતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાશે. અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...