જિલ્લાના જળાશયોની સ્થિત:ખોડિયાર-ધાતરવડી અને વડિયા ડેમમાં પાણીની ધીમી આવક થઇ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાયડી અને વડી ડેમ ખાલીખમ
  • ખોડિયાર ડેમ 65 ટકા તથા ધાતરવડી ડેમ 46 ટકા ભરાયો

અમરેલી જિલ્લામા ચોમાસા દરમિયાન ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજયના અન્ય વિસ્તારોની જેમ અતિભારે વરસાદ ખાબકયો ન હોય જિલ્લાના જળાશયોમા હજુ નવા પાણીની જોઇએ તેવી આવક થઇ નથી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન માત્ર ધાતરવડી-ખોડીયાર અને વડીયા ડેમમા થોડી આવક થઇ હતી. ધારી નજીક આવેલો ખોડિયાર ડેમ હાલમા 64.90 ટકા ભરેલો છે. આ ડેમની સંગ્રહ ક્ષમતા 29.94 મિલીયન ઘન મીટર પાણી સંગ્રહી શકવાની છે તેની સરખામણીમા હાલમા ડેમમા 19.43 મિલીયન ઘન મીટર પાણી ભરેલુ છે.

ઉપરવાસના ગીર પંથકમા હળવા વરસાદને પગલે છેલ્લા ચોવીસ કલાક દરમીયાન 0.13 મિલીયન ઘન મીટર નવુ પાણી આ ડેમમા આવ્યું હતુ.ખોડિયાર બાદ પાણીનો સૌથી વધુ જથ્થો ધાતરવડી-1 ડેમમા જોવા મળી રહ્યો છે. 26.92 એમસીએમની સંગ્રહ ક્ષમતા ધરાવતા ધાતરવડી ડેમમા હાલમા 12.57 એમસીએમ પાણી ભરેલુ છે. આમ આ ડેમ 46.69 ટકા ભરેલો છે. છેલ્લા ચોવીસ કલાક દરમીયાન ડેમમા 0.65 મીલીયન ઘન મીટર નવુ પાણી આવ્યું હતુ.

આવી જ રીતે ધાતરવડી-2 ડેમમા પણ છેલ્લા ચોવીસ કલાકમા 0.15 એમસીએમ પાણી આવ્યું છે. જેથી હવે આ ડેમ 14.23 ટકા ભરાઇ ગયો છે. જયારે વડીયા ડેમમા 0.10 એમસીએમ નવા પાણીની આવક થતા ડેમમા પાણીનેા કુલ જથ્થો 11.35 ટકા થયો છે. હાલમા મુંજીયાસર ડેમમા 47 ટકા અને સુરજવડી ડેમમા 52 ટકા પાણી ભરેલુ છે. ચાલુ ચોમાસામા એકપણ ડેમ પુરો ભરાયો ન હોય હજુ સુધી દરવાજા ખોલવાની નોબત આવી નથી.

વડી-ઠેબીમાં પાણીની આવક ન થઇ
અમરેલી પંથકમા ચોમાસાની શરૂઆત ઠીકઠીક રહી છે. પરંતુ અમરેલી નજીક આવેલા વડી અને ઠેબી ડેમમા હજુ પાણીની આવક થઇ નથી. વડી ડેમમા માત્ર 0.81 એમસીએમ પાણી ભરેલુ છે. જયારે ઠેબી ડેમમા માત્ર 1.45 એમસીએમ પાણી ભરેલુ છે.

જિલ્લાના કયા ડેમમાં કેટલુ પાણી ?

ખોડિયાર64.90 ટકા
ઠેબી13.66 ટકા
ધાતરવડી-146.69 ટકા
રાયડી00.00 ટકા
વડીયા11.35 ટકા
વડી7.63 ટકા
શેલદેદુમલ39.42 ટકા
મુંજીયાસર46.96 ટકા
સુરજવડી52.25 ટકા
ધાતરવડી-214.23 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...