અહલાદયક દ્રશ્યો:અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીનો અદભુત નજારો જોવા મળ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • ગીર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો હતો
  • ડેમના દરવાજા ખોલી પાણી છોડતાના સુંદર દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અમરેલી જિલ્લામાં આવેલો સોથી મોટો ધારી ખોડિયાર ડેમ ગીર પંથકમાં ધોધમાર વરસાદના કારણે 2 થી વધુ વખત ઓવરફ્લો થયો હતો. જેના કારણે સતત દરવાજા ખોલવાની ફરજ પડી હતી. તેમજ પાણીની સતત આવક 4 દિવસ સુધી જોવા મળી હતી. ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે ખોડિયાર ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યાં છે.

જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ
ગીર વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીના દ્રશ્યો કેમેરામાં કેદ થયાં છે. ખોડિયાર ડેમના દરવાજા ખોલી પાણી છોડતાના સુંદર દ્રશ્યો કેદ થયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉલ્લેખનિય છે કે, અમરેલી જિલ્લામાં આજે ગુરૂવારે પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. તેમજ કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...