જુગારીઓ ઝડપાયા:રાજુલાના જકાતનાકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ વ્યક્તિ ઝડપાયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડા રૂ.10,850/-નો મુદ્દમાલ જપ્ત કર્યો

અમરેલીના રાજુલા શહેરના જકાતનાકા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ વ્યક્તિઓ ઝડપાયા હતા. પોલીસે તમામ જુગારીઓ પાસેથી રોકડા રૂ.10,850/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ
અમરેલી પોલીસ SP હિંમકરસિંહ, નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી દ્વારા જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડ કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને પગલે રાજુલા પી.આઈ. એ.એમ.દેસાઇ નીચે રાજુલા પોલીસ ટીમે રાજુલા ટાઉન વાવેરા રોડ જકાતનાકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 06 વ્યક્તિઓને રોકડા રૂ.10,850/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમના વિરૂદ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​પકડાયેલા આરોપીઓના નામ
(1) સાદીકભાઇ હાજીભાઇ મન્સુરી
(2) જાહીદભાઇ દિલાવરભાઇ મઘીયા
(3) વજીરભાઇ ગુલાભાઇ કાજાણી
(4) સમસુદીનભાઇ ઉમેદઅલી વિરમાણી
(5) સવજીભાઇ પરશોતમભાઇ સોલંકી
(6) નિજારઅલી બાબુભાઇ મેંદાણી રહે.તમામ રાજુલા

અન્ય સમાચારો પણ છે...