તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ:જિલ્લામાં અષાઢી બીજની સાદાઇથી ઉજવણી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની કોરોનાની ગાઇડલાઇન મુજબ ઠેર-ઠેર પુજન અર્ચન, અારતી સહિતના કાર્યક્રમાે યાેજાયા: સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદ મોકૂફ

અમરેલી જિલ્લામા અષાઢી બીજની સાદાઇપુર્વક ઉજવણી કરવામા અાવી હતી. બગસરામા અાપાગીગાના ગાદી મંદિર ખાતે અષાઢી બીજ નિમીતે પુજન અર્ચન, મહાઅારતી, ધ્વજારાેહણ સહિત કાર્યક્રમ યાેજાયાે હતાે. અા ઉપરાંત તાલુકા મથકાેઅે પણ અષાઢી બીજની સાદાઇપુર્વક ઉજવણી કરાઇ હતી.

બગસરામા અાપાગીગાના ગાદી મંદિરે સવારે મંગળા અારતી, હનુમાન ચાલીસા પાઠ, હાેમાત્મક યજ્ઞ તેમજ પુ.મહંત જેરામબાપુ દ્વારા બહુમુલ્ય પ્રસાદી અાપાગીગાના દર્શનીય વસ્તુનુ પુજન અર્ચન કરાયુ હતુ. અા ઉપરાંત સમસ્ત ગધઇ પરિવાર તેમજ પ્રજાપતિ પરિવાર વતી પુ.જેરામબાપુઅે ધ્વજારાેહણ કર્યુ હતુ. અહી પુરાેગામી સંતાેની સમાધીનુ પુજન, ધુપ અને નિવેદ ધરવામા અાવ્યા હતા. સાંજના મહાઅારતી યાેજાઇ હતી. અહી સરકારની ગાઇડલાઇન મુજબ ભકતાે માટે સાેશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનનુ અાયાેજન કરાયુ હતુ. અહી સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદ બંધ રખાયાે હતાે.

અમરેલીના વાંકીયામા રામદેવજી મંદિર ખાતે અષાઢી બીજની ઉજવણી કરાઇ હતી. અહી રામદેવજીનુ પુજન અર્ચન, પાટાેત્સવ, દેગ, પ્રસાદનાે લાભ ભકતેાઅે લીધાે હતેા. જયારે ખાંભામા અષાઢી બીજ નિમીતે વેલનાથબાપુની શાેભાયાત્રા માેકુફ રહી હતી. અને મંદિરે માત્ર દર્શનનાે લ્હાવાે ભકતાેઅે લીધાે હતાે. અહી પુજન અર્ચન, અારતી જેવા કાર્યક્રમાે યાેજાયા હતા.

ખાંભલિયા રામદેવપીરના મંદિરે અષાઢી બીજ ઉજવાઇ
​​​​​​​
​​​​​​​રાજુલાથી ત્રણ કિમી ખાંભલીયા રામદેવપીરના મંદિરે અષાઢી બીજની ઉજવણી કરાઇ હતી. અહી મહંત બીજલ ભગતના સાનિધ્યમા પુજન અર્ચન, મહાપ્રસાદ, અારતીનુ અાયાેજન કરાયુ હતુ. અહી માેટી સંખ્યામા ભકતાેઅે દર્શનનાે લ્હાવાે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...