તંત્ર ની બેદરકારી:બિમાર વૃદ્ધ મતદાન માટે તો આવ્યા પણ વ્હીલ- ચેરના અભાવે કારમાં બેસી મતદાન કરવું પડ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહિવટી તંત્રએ અમરેલી તાલુકાના કેરીયાનાગસમાં વ્હીલચેરની વ્યવસ્થા જ કરી ન હતી

અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે એક બિમાર વૃધ્ધ મતદાન માટે બુથ પર આવ્યા હતા. પણ વ્હીલચેરની વ્યવસ્થા ન હોવાથી લાંબા સમય સુધી કારમાં જ બેસી રહેવું પડ્યું હતું. બુથ બહાર મતદાન કરવા અંગે થોડીવાર માટે રકઝક થઈ હતી. અને મામલો ગરમાયો હતો. જો કે અંતે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. અને વૃધ્ધને કારમાં જ બેસી મતદાન કરવુ પડયુ હતુ.

કેરીયાનાગસ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકો મતદાન માટે પહોંચ્યા હતા. પણ બિમાર મતદારો કે પછી વૃધ્ધ માટે કોઈ જ વ્યવસ્થા ન હતી. કેરીયાનાગસ ગામના 80 વર્ષિય ભાયાભાઈ ભવાનભાઈ લાંભીયા બિમાર હતા અને ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતા. જેના કારણે તેમને મતદાન બુથ પર કારમાં લવાયા હતા. પણ અંતે મતદાનની સીડી કેવી રીતે ચડવી તેના પર સવાલ ઉભા થયા હતા. ચૂંટણી તંત્રના કર્મચારી પાસે વ્હિલચેરની માંગણી કરાઈ હતી. પણ અહી કોઈ જ વ્યવસ્થા ન હતી.

અંતે મામલાે ચૂંટણી તંત્ર પાસે પહોંચ્યો હતો. વૃધ્ધ કારમાં બેસીને મતદાન કરે તેવી માંગણી કરાઇ હતી. આ બાબતે મતદાન બુથ પર રહેલા એજન્ટ અને ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડીવારમાં તો અહી મતદાન બુથ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને મામલો ગરમાયો હતો. ભારે રકઝક થઈ હતી. પણ અંતે મામલાે થાળે પડ્યો હતો. અને વૃધ્ધને કારમાં જ મતદાન કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...