અમરેલીમાં કેજરીવાલ:શહેરના રાજમાર્ગો પર રોડ શો યોજ્યો, રોજગારી અને પેપર ફૂટવા મામલે સરકાર પર પ્રહાર કર્યા

અમરેલી15 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે. અમરેલી જિલ્લાના આપના પાંચ ઉમેદવારો માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અમરેલીમાં રોડ શો યોજ્યો હતો. અમરેલી આવેલા કેજરીવાલે રોજગાર અને પેપર ફૂટવા મામલે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીના યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાો અને શહેરીજનો સામેલ થયા હતા. રોડ શો દરમિયાન રસ્તા પર આમ આદમી પાર્ટીના પીળા ઝંડાઓ ફરકતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, 2017માં અહીંની તમામ પાંચ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ હતી. હવે ભાજપ અહીં તમામ બેઠક જીતવા માટે કમર કસી રહી છે. તો આમ આદમી પાર્ટીએ પણ અહીં ત્રીજા પક્ષ તરીકે જીત મેળવવા તાકાત લગાવી છે.

પેપર ફોડનારા તત્વોને જેલભેગા કરાશે- કેજરીવાલ
અમરેલીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં રોજગાર અને પેપર ફૂટવા મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે કહ્યું હતું કે, આ પેપર ફોડનારા તત્વોને છોડવામાં નહીં આવે તમામને જેલભેગા કરાશે.

અન્ય સમાચારો પણ છે...