તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:બાબરામાં વેક્સિનની અછત, 50 ડોઝ આવતાંની સાથે જ લોકો લેવા પહોંચ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકામાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી. - Divya Bhaskar
બાબરા તાલુકામાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી.
  • લાઠી - બાબરામાં રસીનો પુરતો જથ્થો આપવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

બાબરાના કોરેટીયાનગરમાં 50 ડોઝ સાથે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો. અહીં કોરોના રસી આવ્યાની જાણ થતાં જ લોકો બીજો ડોઝ લેવા માટે દોડી આવ્યા હતા. બાબરા પંથકમાં કોરોના રસીની અછત વચ્ચે ધારાસભ્ય વિરજીભાઇ ઠૂંમરે લાઠી -બાબરામાં વેક્સીનનો પુરતો જથ્થો આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. બાબરામાં છેલ્લા એક મહિનાથી રસીના અભાવે લોકોને રસીકરણનો બીજો ડોઝ મેળવવા માટે મુશ્કેલી વેઠવી પડે છે.

કોરેટીયાનગરમાં માત્રી માતાના મંદિરે પાલિકા સદસ્ય નિતીનભાઇ દસલાણીયા, બાબુભાઇ કોરેટિયા અને આરોગ્ય વિભાગના સહયોગથી કોરોના રસીના બીજા ડોઝ માટે કેમ્પ યોજાયો હતો. અહીં માત્ર 50 ડોઝ આવ્યા હતા. જેની જાણ લોકોને થતા લોકો વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે દોડી આવ્યા હતા.બીજી તરફ લાઠી - બાબરામાં 45 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા અનેક લોકોને કોરોના રસીનો બીજો ડોઝ મળ્યો નથી. જેના કારણે લોકોને વેક્સીનેશન સેન્ટર સુધી ધક્કા ખાવા પડે છે. ત્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુમરે લાઠી - બાબરામાં વેક્સીનનો પુરતો જથ્થો આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...