નિર્ણય:ચિત્તલમાં હવે સાંજના ચાર સુધી જ દુકાનો ખુલ્લી રહેશે

ચિત્તલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બહારગામથી આવતા લોકો 14 દિ" ઘરમાં જ રહે

અમરેલી તાલુકાના ચિતલમાં ગ્રામ પંચાયત અને વેપારી મંડળે કોરોનાને ધ્યાનમાં રાખી હવે બપોરના ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં બહારગામથી આવતા લોકોને 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન કરાશે. ચિતલ વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે અહીં મેઇન બજારમાં વેપાર કરતાં વેપારીભાઈઓ તેમની દુકાનો સવારના 8 થી બપોરના ચાર સુધી જ ખુલ્લી રાખશે ત્યારબાદ વેપાર-ધંધા સજ્જડ બંધ રહેશે.

અહીં ગામના સરપંચ, ઉપસરપંચ ઉપરાંત કૃષ્ણસિંહ સરવૈયા,  સુરેશભાઈ પાથર, રઘુવીરસિંહ સરવૈયા, મનસુખભાઈ નાડોદા, વિજયભાઈ દેસાઈ, અશોકભાઈ માંગરોળીયા વિગેરેની ઉપસ્થિતીમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે બહારગામથી ખેતરમાં આવતા લોકોની આરોગ્ય તપાસણી કરી 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન કરાશે. અને જો કોઈ તેનો ભંગ કરશે તો ગ્રામ પંચાયત પગલાં લેશે. બહારગામથી આવતા લોકોની માહિતી આશાવર્કર બહેનો અને ગામલોકો દ્વારા રખાશે. આ મીટીંગ ગ્રામ પંચાયત કચેરીમાં યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...