આવતીકાલથી ફટાકડા બજારમાં ભીડ:અમરેલીમાં ફટાકડાના 50 સ્ટોલ પર ખરીદી નીકળી ,રાત્રે 8 થી 10 ફટાકડા ફોડી શકાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવમાં સામાન્ય વધારો, ગામડામાં 5 સ્ટોલને મંજૂરી

અમરેલી જિલ્લામાં રંગેચંગે દિવાળીના પર્વની ઉજવણી કરાશે. દિપાવલીના દિવસે ફટાકડાની આતશબાજી થશે. અમરેલીમાં 50 વેપારીઓએ ફટાકડા સ્ટોલ ઉભા કરવાની મંજુરી માંગી હતી. અહી તમામને મંજુરી અપાઇ છે. સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફટાકડા સ્ટોલ આજથી ધમધમતા થયા છે. અમરેલીના ગર્લ્સ હાઈસ્કૂલમાં ફટાકડા બજારના વેપારી નિખીલભાઈ કાપડીયાએ જણાવ્યું હતું કે ગઈકાલ સુધીમાં ખરીદી ઓછી હતી. પણ આજથી ફટાકડામાં ખરીદી નીકળી છે. દિવાળીના દિવસે બજારમાં ફટાકડાની ખરીદી માટે લોકોની ભીડ જામશે.

ગત વર્ષ કરતા ઓણસાલ રેગ્યુલર ફટાકડાના ભાવમાં સામાન્ય ભાવ વધારો છે. ત્રણ દિવસ પહેલા દરરોજનો રૂપિયા 500નો વેપાર થતો હતો. પણ દિવાળીના ગણતરીના દિવસો બાકી હોવાથી અત્યારે દરરોજનો 10 થી 15 હજારનો વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ અમરેલી જિલ્લા કલેકટરે જિલ્લામાં રાત્રીના 8 થી 10 કલાક સુધી ફટાકડા ફોડવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બીજી તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 5 અરજીઓ આવતા પ્રાંત અધિકારીએ મંજુરી આપી હતી.

ક્યા ફટાકડા બોક્સના કેટલા ભાવ ?

ફુલજરરૂ. 10થી40
ફેંશીરૂ. 500
ફેંશી60સોટ, રૂ. 1500
કલરકોઠીરૂ. 100
રેગ્યુલર કોઠીરૂ. 80
વીસલ ચક્કરરૂ.100
વીઆઈપી ફટાકડારૂ.100
નાના બોમ્બરૂ. 100
મોટા રોકેટરૂ. 120
નાના રોકેટરૂ. 30થી60
દોરી ફટાકડારૂ. 20 અને40
જમીન ગળીયોરૂ. 120
ભારે કોઠીરૂ. 300
પોટા પોટારૂ. 10
અન્ય સમાચારો પણ છે...