આત્મહત્યા:પતિના મૃત્યુના આઘાતમાં પત્નીએ ઝેરી દવા પી લીધી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માનસિક હોવાથી પતિ પાસે જવાનું રટણ કરતા"તા

બગસરા તાલુકાના પીઠડીયામા રહેતા એક મહિલાના પતિનુ અઢી માસ પહેલા કેન્સરની બિમારીથી મોત થયુ હોય ત્યારથી મહિલા આઘાતમા રહેતા હોય ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.મહિલાના આપઘાતની આ ઘટના બગસરા તાલુકાના પીઠડીયામા બની હતી. અહી રહેતા અસ્મિતાબેન ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.28) નામના મહિલાના પતિ ગોવિંદભાઇને અઢી માસ પહેલા કેન્સરની બિમારી થતા તેમનુ મૃત્યુ થયુ હતુ.

ગોવિંદભાઇના મૃત્યુ બાદ અસ્મિતાબેન માનસિક અસ્વસ્થ રહેતા હતા. અસ્મિતાબેન અવારનવાર પતિ પાસે જવાનુ રટણ કરતા હતા અને આઘાતમા તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે બહાદુરભાઇ વાઘેલાએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.ખાચર ચલાવી રહ્યાં છે.