સેવા કાર્ય:ખાંભામાં શિવશક્તિ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 51 હજારની 51 કિટનું વિતરણ કરવામાં આવ્યું

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 કિલોની રાશનની કિટ બનાવી વાવાઝોડામાં પ્રભાવિત થયેલા પરિવારને આપવામાં આવી

અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે અનેક પરિવારો રોજીરોટી અને ઘર વિહોણા બનતા પરિવાર પર મોટી આફત સર્જાઇ છે. ત્યારે આજે ખાંભાના યુવાન અને રાજકોટ શિવ શક્તિ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓ ચલાવતા માદરે વતનની વહારે આવ્યા છે. જેમાં ખાંભામાં શિવશક્તિ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 51 હજારની 51 કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઘરવખરી સમાન હતો તે પણ પુરેપુરો નષ્ટ થઈ ચુક્યો હતો

ખાંભા તાલુકામાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી. અને આ વાવાઝોડામાં ઘણા પરિવારોએ પોતાનો આશરો પણ ગુમાવી ચૂકયા અને પેટ ભરવા માટે જે ઘરવખરી સમાન હતો તે પણ પુરેપુરો નષ્ટ થઈ ચુક્યો હતો. ત્યારે ઘણા સેવાભાવિ સંસ્થા તેમજ ગ્રામજનો આવા લોકોને વહારે આવ્યા હતા. જ્યારે ઘણા એવા પરિવાર હતા કે જેવો કોઈ સામે હાથ લાંબો કરવો તે મરવા બરોબર થતું હતુ. તેવા નામનું લિસ્ટ બનાવી સ્થાનિક પત્રકાર દ્વારા ( શિવશક્તિ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓ ) ના પ્રમુખ સંજયભાઇ ગોસ્વામીને મોકલવામાં આવ્યું અને તેવો દ્વારા મદદ કરવા બાંહેધરી આપી હતી.

51 જેટલા જરૂરિયાત મંદ પરિવારને 13 કિલો સામાનની કિટ આપી

આજે તેવો રૂબરૂ રાજકોટ ખાતેથી ખાંભા પોતાના વાહનમાં આવી 51 જેટલા જરૂરિયાત મંદ પરિવારને 13 કિલો સામાનની કિટ આપી હતી. તથા ગામના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી આગામી સમયમાં ખાંભાને કેવી જરૂરિયાત ઉભી થાય છે તે બાબતે ચર્ચા કરી હતી. તેમજ તે અંગે પ્લાનિંગ કર્યું હતું. જ્યારે તેવો વાવાઝોડા પ્રભાવિત થયેલા પરિવારને મળ્યા ત્યારે ઘણા પરિવારના મોભી રીતસરના રડતા રડતા મદદ સ્વિકારી હતી. જેમાં સંજયભાઈએ જણાવ્યું છે કે મારા ગામમાં આટલી નુકસાની અને આટલા પરિવાર વાવાઝોડામાં પ્રભાવિત થયા છે. તેનો મને ખ્યાલ જ ન હતો અને હું દિવ્યભાસ્કરનો હંમેશા આભારી રહીશ કે તેઓએ મારુ આ ધ્યાન દોર્યું છે.

મધ્યમ વર્ગ પરિવાર કોઈની સામે હાથ પણ લાંબો કરી શકતો નથી

શીવશક્તિ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એનજીઓના પ્રમુખ સંજયભાઈ ગોસ્વામીએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખાંભામાં તાઉતે વાવાઝોડામાં થયેલા નુકસાનને ઘણા પરિવારને આર્થિક તેમજ ખાના ખરાબી સાથે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ઘણા મધ્યમ વર્ગ પરિવાર કોઈની સામે હાથ પણ લાંબો કરી શકતો નથી. તેવા પરિવારની યાદી કરી મારી ધ્યાને લાવ્યું અને મારુ ટ્રસ્ટ તેવોની મદદ કરી શક્યું તે માટે હું દિવ્યભાસ્કરનો આભારી રહીશ.

અન્ય સમાચારો પણ છે...