રાજુલામાં પુજાબાપુ ગૌશાળામાં લુલી, લંગડી અને અકસ્માતે ઈજાગ્રસ્ત થઈ ગયેલી ગાયોની સેવા કરવામાં આવે છે. અહી ગૌશાળા યુવા ગૃપના સભ્યો ગાયોની સેવામાં સતત જોડાયેલા રહે છે. હાલ અહી ગાયો માટે શેડનુ લોકાર્પણ કરાયુ હતુ. પુંજાબાપુ ગૌશાળામાં 610 જેટલી ગાયોના નિભાવ ખર્ચ માટે પ્રતિ દિન 30 હજાર જેટલો ખર્ચ થાય છે.
રાજુલામાં પુજા બાપુએ 1965થી ગાયોની સેવા શરૂ કરી હતી. અહી 1980માં તેમના ગૌ લોકવાસ બાદ સેવાકાર્ય ભીખાભાઈ તલાટીએ સંભાળ્યું હતું. ગાયોની સેવા માટે ભીખાભાઈ દોડી જતા હતા. પણ તેના અવસાન બાદ તેમના પુત્ર કૌશિકભાઈ અન જયદીપભઆઈ સોમૈયા ગાયની સેવામાં જોડાયા હતા.
ગાયોની સેવામાં પુજાબાપુ ગૌશાળા યુવા ગૃપ પણ કાર્યરત છે. તે વર્ષમાં માત્ર ઉત્તરાયણના દિવસે જ ફંડ એકત્રીત કરે છે. ગૌશાળામાં ગાયોને છાયા માટે રાજુલાના પરેશભાઈ પ્રતાપભાઈ મહેતા અને નેહાબેન મહેતાએ શેડ બંધાવી આપ્યો હતો. ઉપરાંત ગૌશાળાના સ્ટાફ માટે તથા તેમના પરિવાર માટે વસ્ત્રોનું દાન કર્યું હતું. પુંજાબાપુ ગૌશાળામાં સતત દાનની સેવા શરૂ રહે છે. અહી જુદાજુદા દાતાઓએ દાન કર્યા હતા. શેડના લોકાર્પણ સમયે હીરાભાઈ સોલંકી, અંબરીશભાઈ ડેર, મહેન્દ્રભાઈ ધાખડા, સંજયભાઈ ધાખડા, બીપીનભાઈ વેગડા, છત્રજીતભાઈ ધાખડા, મનુભાઈ ધાખડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.