જુગાર:ભાડેરની સીમમાંથી જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે ધારીના ભાડેરની સીમમાથી સાત જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 1.11 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાેલીસે જુગારનાે આ દરાેડાે ધારીના ભાડેરની સીમમા પાડયાે હતાે.

અહી જાહેરમાં જુગાર રમી રહેલા ભરત કનુભાઇ વાળા, રાજુ મધુભાઇ વાેરા, અશ્વિન વલ્લભભાઇ ભંડેરી, ગાેપાલ લાલજીભાઇ રામાેલીયા, પ્રતાપ દંતુભાઇ કાેટીલા, દડુ નાથાભાઇ વાળા અને રમેશ નાનજીભાઇ જાદવ નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રાેકડ રૂપિયા 31790 તેમજ માેબાઇલ નંગ-6 કિમત રૂપિયા 15 હજાર, ત્રણ માેટર સાયકલ કિમત રૂપિયા 65 હજાર મળી કુલ રૂપિયા 1,11,790નાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ અેઅેસઅાઇ ડી.અેન.જાેષી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...