LCBના દરોડો:રાજુલાના દેવકામાં નેરડામાં જુગાર રમતા સાત શખ્સ ઝબ્બે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ દરોડો પાડી 40870નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજુલાના દેવકામાં નેરડામાં જુગાર રમતા સાત લોકોને એલસીબીએ ઝડપી લીધી હતા. તેમની પાસેથી રોકડ રકમ અને છ મોબાઈલ ફોન મળી રૂપિયા 40870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જિલ્લા પોલીસવડા હિમકરસિંહે ડ્રાઈવ દરમિયાન જુગારીઓ અને દારૂની પ્રવૃતિ કરતા ઈસમોને પકડી પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટા તથા પીએસઆઈ પી.એન. મોરીની ટીમ ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે દેવકા ગામે નેરડામાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી હતી. અહીથી બુધા જીણાભાઈ ગુજરીયા, કમલેશ કાનાભાઈ સોલંકી, જગદીશ દેવશીભાઈ સરવૈયા, કનુ ગાંડાભાઈ સાંખટ, પ્રવિણ ભીમાભાઈ સાંખટ, કાળુ જીણાભાઈ વાઘેલા અને હરી દેવશીભાઈ સોંદરવાને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમને પાસેથી રૂપિયા 10870ની રોકડ રકમ અને 30 હજારના છ મોબાઈલ મળી કુલ રૂપિયા 40870નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...