કાર્યવાહી:કણકોટની સીમમાંથી સાત જુગારી ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે કુલ રૂપિયા 11140નાે મુદ્દામાલ કબ્જે લીધાે

લીલીયા તાલુકાના કણકાેટની સીમમા કેટલાક શખ્સાે જાહેરમા જુગાર રમતા હાેવાની બાતમી મળતા પાેલીસ અહી ત્રાટકી હતી. પાેલીસે અહીથી સાત જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 11140ની મતા કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે જુગારનાે આ દરાેડાે લીલીયાના કણકાેટની સીમમા પાડયાે હતાે. અહી જાહેરમા જુગાર રમી રહેલા સુરેશ કાળુભાઇ રામાણી, હિમત બચુભાઇ રામાણી, ગાેવિંદ બુધાભાઇ ડાભી, ચિરાગ મેઘજીભાઇ સાેલંકી, જગદીશ જીવાભાઇ સરવૈયા, કમલેશ સવજીભાઇ ગાેહિલ, રાેહિત વાલજીભાઇ ઘાેસણાદાર નામના શખ્સાેને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 11140ની મતા કબજે લીધી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ જે.બી.જાની ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...