કિસાન સંઘની રજૂઆત:અમરેલી જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રાજુલા અને લાઠી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સંઘના હોદેદારો દ્વારા ખેડૂતોને પૂરતા ભાવ સહિત મહત્વની કેટલીક માંગો મુદે રોષ સાથે આવેદનપત્ર આપ્યું

રાજયભરમા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. ત્યારે આજે અમરેલી જિલાના ખેડૂતોના વ્હારે અમરેલી ભારતીય કિસાન સંઘના હોદેદારો આગળ આવ્યા હતા. રાજુલા અને લાઠી મામલતદાર કચેરી ખાતે કિસાન સંઘના તાલુકા પ્રમુખ સહિત પ્રદેશ હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ માંગ સાથે કચેરીના પટાંગણમાં સુત્રોચાર કરી વિરોધ દર્શાવી રોષ ઠાલવ્યો હતો. રાજય સરકાર ખેડૂતોના પ્રશ્નો કેટલાય ટાઇમથી પડતર છે તેને ઉકેલવા માટે આગળ આવે તેવી માંગ કરી હતી.

ખેડુતોના શુ છે પ્રશ્નનો?અમરેલી જિલ્લામાં ખેડૂતોને અન્યાય થતો હોવાનો કિસાન સંઘ દ્વારા આક્ષેપ કર્યો છે. સરકાર લાંબા સમયથી ખેડૂતોના પ્રશ્નો અંગે ઉદાસીનતા દાખવે છે ખેડૂતોના ખેત પેદાશો ઉત્પાદિત ખર્ચ આધારિત પોષણક્ષમ ભાવ નક્કી કરી કાયદાના ક્ષેત્રમાં બંધારણીય રૂપ આપો, પ્રતિ વર્ષ મોંઘવારી પ્રમાણે ટકાવારી વધારો આપવો અને અમરેલી જિલ્લામાં કલ્પસર યોજના મૂળ સ્વરૂપમાં ચાલુ કરી જિલ્લાને કલ્પસર યોજનાથી પાણી આપો એવી આ જિલ્લાના ખેડૂતોની માંગ છે અને રીસર્વેની અસંખ્ય ભૂલો ક્ષેત્રફળ જમીન વધઘટ નામ ફેર તેમજ સર્વે નંબર લોક કરવા વગેરે બાબતો, રોજ ભૂંડનો ત્રાસ, પશુઓ નો ત્રાસ કાયમી દૂર કરવા સહિત કેટલી બાબતોને લઈ આજે આવેદનપત્ર આપવામા આવ્યું હતું.

રાજુલા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ વિક્રમભાઈ ધાખડાએ જણાવ્યું આજે રાજય ભરમાં કિસાન સંઘ દરેક જગ્યા એ આવેદનપત્ર આપી રહ્યું છે ખેડૂતોનું શોષણ થાય છે જણસોના પૂરતા ભાવ મળતા નથી સરકાર ખેડૂતો પ્રત્યે સારી નીતિ રાખે તેવી અમારી માંગ છે ખેડૂતોને પૂરતો ભાવ મળવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...