તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદની સેવા:સાવરકુંડલામાં કોવિડ કેરમાં જ્યાં શરૂ થવાનું ત્યાં ગંદકી જોઇ સાંસદે સાવેણી ઉપાડી જાતે જ સફાઈ કરી, વીડિયો વાઈરલ

અમરેલી3 મહિનો પહેલા
  • સાંસદે હાથે ઝાડુ ઉપાડી શૌચાલય સહિત લોબીની સાફ સફાઈ કરી

કોરોના મહામારી સમયે અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા પારેખ હોસ્પિટલમા કોવિડ સેન્ટર શરૂ કરવામા આવનાર છે. જેના લઇને સાંસદ નારણ કાછડિયાએ ગઈકાલે સેન્ટરની મુલાકાત કરી હતી.સેન્ટરની મુલાકાત દરમિયાન કોવિડ કેર સેન્ટરમાં સફાઈનો અભાવ જણાતા સાંસદે જાતે જ ઝાડુ ઉઠાવી કોવિડ કેર સેન્ટરના શૌચાલય સહિતના વિસ્તારોની સફાઈ કરી હતી. કોવિડ સેન્ટરમાં સાફ-સફાઈ કરી રહેલા સાંસદ નારણ કાછડિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.

સફાઇ માટે મજૂરો ન મળતા સાફ કરવામાં આવ્યું
સાંસદ નારણ કાછડિયાએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે હોસ્પિટલ વર્ષોથી બંધ હાલતમાં હોવાથી સાફ સફાઈની જરૂર હતી. પરંતુ સફાઈ કરવા માટે મજૂરો મળી રહ્યાં ન હતા. જેથી સાંસદે જાતે જ સાવેણી પકડી હતી અને સાફ-સફાઈમાં લાગી હતી. સાંસદને આમ કરતા જોઇને અન્ય કાર્યકર્તાઓની ટીમ પણ સાફ સફાઈમાં લાગી ગઇ હતી.

મહામારીમાં લોકોને ગમે તે રીતે મદદ કરવાની છે
સાંસદ સફાઈ કામગીરીમાં લાગતા તેની સાથે આવેલા અન્ય કાર્યકર્તાઓ પણ કોવિડ કેરની સફાઈ કરવા લાગ્યા હતા.આ બાબતે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું હતું કે, લોકો સફાઈ કરવા વાળાને બોલાવતા હતા, પરંતુ, ઝડપથી સફાઈ થાય એટલે પહેલા મેં જ સફાઈ શરૂ કરી દીધી હતી.અત્યારે તો આ મહામારીમાં લોકોને ગમે તે રીતે મદદ કરવાની છે.

100 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે
સાવરકુંડલા શહેરની વચ્છરાજભાઈ જીવાભાઈ પારેખ આંખની હોસ્પિટલ વર્ષોથી બંધ હાલતમાં હતી. જેને ફરીથી શરૂ કરીને સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતા માટે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ઓક્સિજનની સુવિધા સાથેનું 100 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...