તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:જિલ્લાના બે તાલુકામાં સિઝનનો વરસાદ 82 ટકા, હજુ પણ પાંચ તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માત્ર અમરેલી અને લીલીયા તાલુકામા ખેતીનું ચિત્ર ઉજળું

અમરેલી જિલ્લામા અાેણસાલ ચાેમાસુ પાછલા પાંચ વર્ષ જેવુ નથી. અેકંદરે ચિત્ર ઘણુ નબળુ છે. તેની વચ્ચે પણ જિલ્લાના 11 તાલુકા પૈકી અમરેલી અને લીલીયા તાલુકામા વરસાદ 80 ટકાને પાર કરી ગયાે છે. અને અા બંને તાલુકામા ચાલુ સાલે પણ સાે ટકાથી વધુ વરસાદ વરસે તેવી શકયતા છે. જાે કે હજુ જિલ્લાના પાંચ તાલુકામા પુરાે 50 ટકા પણ વરસાદ થયાે નથી.અમરેલી જિલ્લાના ખેડૂતાેને છેલ્લા દાેઢ વર્ષ દરમિયાન અેક તરફ કાેરાેનાઅે હેરાન પરેશાન કર્યા છે. અને બીજી તરફ વાવાઝાેડાઅે માેટુ નુકશાન પહાેંચાડયુ હતુ. ત્યારબાદ હવે ખેડૂતાે પર અપુરતા વરસાદનુ જાેખમ ઝળુંબી રહ્યું છે.

અા વિસ્તારના ખેડૂતાેમાથી દુષ્કાળ જાહેર કરવાની બુમરાણ ઉઠી રહી હતી. તેની વચ્ચે પાછલા સપ્તાહની મેઘમહેરથી ચિત્રમા અેકંદરે સુધારાે થયાે છે. અામ છતા અડધા જિલ્લામા હજુ વરસાદની ભારે ઘટ છે. અમરેલી જિલ્લામા અત્યારે સાૈથી વધુ અમરેલી તાલુકામા 82.51 ટકા નાેંધાયાે છે. અહી સરેરાશ 640મીમી વરસાદ પડે છે. તેની સામે અત્યાર સુધીમા 523મીમી વરસાદ પડી ચુકયાે છે. જયારે લીલીયા તાલુકામા સરેરાશ 637મીમી વરસાદ પડે છે તેની સામે અત્યાર સુધીમા 514 મીમી અેટલે કે 81.61 ટકા વરસાદ પડી ચુકયાે છે. જિલ્લામા માત્ર અા બે તાલુકામા જ 80 ટકા કરતા વધુ વરસાદ થયાે છે.

સાૈરાષ્ટ્રના અન્ય વિસ્તારાેની સરખામણીમા અા બે તાલુકામા ખેતીનુ ચિત્ર પણ અેકંદરે સારૂ છે.જાે કે ધારી, લાઠી, બગસરા, જાફરાબાદ અને વડીયા અેમ પાંચ તાલુકામા પુરાે 50 ટકા પણ વરસાદ થયાે નથી. અને અા તમામ તાલુકામા ખેતીવાડીના પાકને નુકશાન થઇ ચુકયુ છે. જયારે બાબરા અને સાવરકુંડલા તાલુકામા ઠીકઠીક પ્રમાણમા વરસાદ થયાે છે. હવામાન વિભાગ દ્વારા અાવનારા બે દિવસ બાદ વરસાદના નવા રાઉન્ડની અાગાહી કરાઇ છે. ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતાેને અા નવા રાઉન્ડમા ધરતીને તરબતર કરી દે તેવા વરસાદની અાશા છે.

અન્ય સમાચારો પણ છે...