ખુશીની લાગણી:વડિયા અને ખાંભા તાલુકામાં સિઝનનો વરસાદ 50 % ને પાર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામાં માત્ર 19.38 ટકા

અમરેલી જિલ્લામા છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વડીયા અને ખાંભા તાલુકામા સિઝનનો વરસાદ 50 ટકાને પાર પહોંચી ગયો છે. જો કે રાજુલા અને જાફરાબાદ તાલુકો હજુ પણ સારા વરસાદની રાહમા છે.અત્યાર સુધીમા ચાલુ ચોમાસામા સૌથી સારો વરસાદ વડીયા તાલુકામા પડયો છે. અહી સિઝન દરમિયાન સરેરાશ 655મીમી વરસાદ પડે છે. જેની સરખામણીમા અત્યાર સુધીમા 365મીમી એટલે કે 55.73 ટકા વરસાદ વરસી ચુકયો છે.

ચોમાસાની ઋતુ હજુ ઘણી લાંબી હોય વડીયા તાલુકામા ઓણસાલ 100 ટકાથી વધુ વરસાદની શકયતા જોવાઇ રહી છે. આવી જ રીતે ખાંભા પંથકમા પણ સરેરાશ 659મીમી વરસાદની સામે અત્યાર સુધીમા 337મીમી એટલે કે 51.14 ટકા વરસાદ વરસી ચુકયો છે. જિલ્લામા માત્ર બે તાલુકા એવા છે જયાં 50 ટકાથી વધુ વરસાદ થયો છે.

બીજી તરફ જાફરાબાદ તાલુકો નોંધપાત્ર વરસાદની રાહ જોઇ રહ્યો છે. અહી સરેરાશ 707મીમી વરસાદ પડે છે. પણ અત્યાર સુધીમા માત્ર 137મીમી એટલે કે 19.38 ટકા વરસાદ થયો છે. જયારે રાજુલા તાલુકામા સરેરાશ 716મીમી વરસાદ પડે છે. તેની સામે અત્યાર સુધીમા માત્ર 159મીમી એટલે કે 22.21 ટકા વરસાદ થયો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમા ચોમાસુ પ્રમાણમા સારૂ રહ્યું છે.

કયા તાલુકામાં સિઝનનો કેટલો વરસાદ?

ખાંભા51.14 ટકા
રાજુલા22.21 ટકા
બાબરા44.02 ટકા
લીલીયા32.74 ટકા
બગસરા44.17 ટકા
વડીયા55.73 ટકા
ધારી37.62 ટકા
અમરેલી33.53 ટકા
લાઠી42.75 ટકા
જાફરાબાદ19.38 ટકા
સાવરકુંડલા47.62 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...